વાપીના ડુંગરામાં લાકડાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, એક કલાક બાદ આગ કાબુમાં

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
વાપીના ડુંગરામાં લાકડાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, એક કલાક બાદ આગ કાબુમાં 1 - image


Vapi Fire at Godown : વાપીના ડુંગરામાં બુલેટ ટ્રેન સ્ટેશન નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં આજે શુક્રવારે અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. જો કે લાશ્કરોએ એક કલાક બાદ આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના ડુંગરામાં નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશન નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં આજે શુક્રવારે બપોરે અચાનક આગ સળગી ઉઠી હતી. આગને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા વાપી નોટિફાઇડના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ હાથ ધરેલી કવાયતમાં લગભગ એક કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ કારણ બહાર આવ્યું નથી.



Google NewsGoogle News