ઉમરગામના ખત્તલવાડાના દરિયામાં ખલાસી બોટમાંથી પડી ડુબી ગયો, 100થી વઘુ બોટની મદદથી યુવાનની શોધખોળ

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
ઉમરગામના ખત્તલવાડાના દરિયામાં ખલાસી બોટમાંથી પડી ડુબી ગયો, 100થી વઘુ બોટની મદદથી યુવાનની શોધખોળ 1 - image


- ગુરૂવારે ખલાસીઓ બોટ લઇ માછીમારી કરવા નિકળ્યા અને 12 નોટિકલ માઇલ પર ઘટના બની

- બે દિવસથી 100થી વઘુ બોટની મદદથી યુવાનની શોધખોળ કરવા છતાં કોઇ ભાળ નહી મળી

વાપી,તા.09 માર્ચ 2024,શનિવાર

ઉમરગામના ખત્તલવાડાના દરિયામાં 12 નોટિકલ માઇલ પર બોટમાંથી યુવાન ખલાસી દરિયામાં પડી જતા ડુબી ગયો હતો. ગુરૂવારે મળસ્કે બોટ લઇ માછીમારી કરવા ગયા તે વેળા કુદરતી હાજત કરતી વેળા ઘટના બની હતી. સ્થાનિક માછીમારોએ 100થી વધુ બોટની મદદથી યુવાનની શોધખોળ શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામના ખત્તલવાડા ગામે રહેતો નિતિષ રમણભાઇ માછી (ઉ.વ.32) ગત ગુરૂવારે મળસ્કે અન્ય ચાર ખલાસી સાથે બોટ લઇ દરિયામાં માછીમારી કરવા ગયા હતા. સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ ખત્તલવાડાના દરિયામાં 12 નોટિકલ માઇલ વિસ્તારમાં નિતિષ માછી બોટમાં ઉભી કરાયેલા શોચાલયમાં કુદરતી હાજત કરતો હતો. તે વેળા અચાનક બોટમાંથી દરિયામાં પડી ડુબી ગયો હતો. ઘટનાને પગલે અન્ય ખલાસીઓ ગભરાય ગયા બાદ બચાવવા પ્રયાસ કરાયો હતો. બાદમાં બોટ માલિક અને પરિવારને જાણ કરાઇ હતી. પરિવારમાં ચિંતા વ્યાપી ગઇ હતી.

 નિતિષ માછી દરિયામાં લાપત્તા થઇ જતા સ્થાનિક માછીમારો અને આગેવાનો દરિયા કિનારે દોડી ગયા હતા. માછીમારોએ 100થી વધુ બોટની મદદથી દરિયામાં બે દિવસથી નિતિષની શોધખોળ આદરી છે. પરંતુ હજી સુધી કોઇ ભાળ મળી નથી. બનાવ અંગે નારગોલ મરીન પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.


Google NewsGoogle News