ઉમરગામમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતાં અફરા-તફરી મચી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
ઉમરગામમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતાં અફરા-તફરી મચી 1 - image


લાશકરોએ લગભગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો : કોઇ જાનહાની નહી

વાપી,તા.09 માર્ચ 2024,શનિવાર

ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ગઈકાલે શુક્રવારે મધરાતે આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. લાશકરોએ લગભગ 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. 

ઉમરગામમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતાં અફરા-તફરી મચી 2 - image

પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના દાણાનું ઉત્પાદન કરતી પોલીબલેંડ માસ્ટરબેચ નામક કંપની આવેલી છે. ગઇકાલે શુક્રવારે મધરાતે કંપનીમાં એકાએક આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ વધુ વિકરાળ બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ઉમરગામ, વાપી, સરીગામના ફાયર બ્રિગેડના બંબા દોડી ગયા બાદ લાશકરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતા. જો કે કોઇ જાનહાની થઇ નહી. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઇ કારણ બહાર આવ્યું નથી. અત્રે નોંધનીય છે કે માર્ચ મહિનામાં દર વર્ષે કંપનીઓમાં આગ લાગવાના બનાવો બનતા રહે છે. એટલું જ નહી આવી આગની ઘટના શંકાના દાયરામાં રહી છે.


Google NewsGoogle News