Get The App

ઉમરગામ પાલિકાના વિપક્ષ નેતા સહિત પાંચ સભ્યો ભાજપમાં જોડાયા

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
ઉમરગામ પાલિકાના વિપક્ષ નેતા સહિત પાંચ સભ્યો ભાજપમાં જોડાયા 1 - image


- રાજયના નાણાં મંત્રીની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરાવાયો: પાલિકામાં કોંગ્રેસનો એક માત્ર સભ્ય રહ્યો

વાપી,તા.09 માર્ચ 2024,શનિવાર

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં ચૂંટણીને લઈ રાજકીય ગરમાટો આવી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે ઉમરગામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સહિત પાંચ સભ્યો સેંકડો કાર્યકરો સાથે ભાજપની કંઠી ધારલ કરતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. પાલિકામાં હવે કોંગ્રેસના એકમાત્ર સભ્ય રહ્યો છે.

 લોકસભાની ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વ્યક્તિગત સ્વાર્થ ખાતર રાજકીય રોટલો શેકવા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ સીલસીલો યથાવત રાખી આજે શનિવારે ઉમરગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉમરગામ નગરપાલિકાના વિપક્ષ નેતા સહિત પાંચ સભ્યો સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

રાજયના નાણાંમંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ઉમરગામ પાલિકાના વિષલ નેતા સુરેશ યાદવ, પ્રભા સિંગ. સુભદ્રા મૌયાં, નયનાબેન હગપતિ અને દિલસેર ચૌહાણે વિધિવત ભાજપનો ખેસ ધારલ કર્યો હતો. આ પાંચ પાલિકા સભ્યો સાથે સેંકડો કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના છ પૈકી પાંચ સભ્યોએ કોંગ્રેસને અલવિદા કરી દેતા હવે માત્ર એક જ સભ્ય રહ્યો છે.


Google NewsGoogle News