પારડી થી ઉમરગામ સુધીમાં એક વર્ષમાં ટ્રેન અકસ્માતમાં 121 લોકોના મોત

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
પારડી થી ઉમરગામ સુધીમાં એક વર્ષમાં ટ્રેન અકસ્માતમાં 121 લોકોના મોત 1 - image

image : Freepik

- 81 લોકો ટ્રેન અડફટે અને 28 વ્યક્તિઓએ પડતું મુકી જીવન ટુકાવ્યું હતું : 2023માં 94 લોકોના મોત થયા હતા

વાપી,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર 

પારડીથી ઉમરગામ રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં વિતેલા વર્ષ 2023 દરમિયાન ટ્રેન અકસ્માતમાં 121 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે કુદરતી રીતે 12 વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. 28 વ્યક્તિઓએ યેનકેન કારણોસર ટ્રેન સામે પડતું મુકી જીવન ટુકાવ્યું હતું. વર્ષ 2023 દરમિયાન ટ્રેન અકસ્માતમાં 94 વ્યકિતઓના મોત થયા હતા.

 મુંબઇ-દિલ્હી અને અમદાવાદ વચ્ચે રોજિદા અસંખ્ય ટ્રેનો આવાગમન કરે છે. સાથે ટ્રેક ક્રોસ કરવા, અડફટે આવી જવા કે પડતું મુકવાના પણ બનાવો નોંધાતા રહે છે. પશ્ચિમ રેલવેના વલસાડ જિલ્લાના પારડીથી ઉમરગામ રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં વિતેલા વર્ષ 2023 દરમિયામ ટ્રેન અકસ્માત અને કુદરતી મળી 121 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેમા 82 લોકો ટ્રેન અડફટે આવી જતા, 28 વ્યક્તિઓએ યેન કારણોસર ટ્રેન સામે પડતું મુકી આપઘાત અને 12 વ્યક્તિઓના કુદરતી રીતે મોત થયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સન 2022માં 94 વ્યક્તિઓના મોત થયા હતા. જેની સરખામણીમાં ગત વર્ષે 27 વધુ લોકો મોતને ભેટયા હતા. 2022ની સરખામણીએ ટ્રેન સામે પડતું મુકી આપઘાતના બનાવોમાં વઘારો થતા ચિંતાનો વિષય બન્યો છે. આપધાતના કુલ 28 બનાવોમાં 26 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. કુલ 121 બનાવોમાં 108 પુરૂષ અને 13 મહિલાના મોત થયા હતા.


Google NewsGoogle News