ધ્રોલમાં દૂધની ડેરીના ધંધાર્થીની કારમાંથી બે લાખની રોકડની ઉઠાંતરી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ધ્રોલમાં દૂધની ડેરીના ધંધાર્થીની કારમાંથી બે લાખની રોકડની ઉઠાંતરી 1 - image


- પાર્ક કરાયેલી કારનું લોક ખોલી હાથફેરો

જામનગર : ધ્રોલમાં દૂધની ડેરી ચલાવતા એક વેપારીની પાર્ક કરેલી બોલેરો કારમાંથી રૃપિયા બે લાખની રોકડ રકમની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે પોતાની ડેરીમાં કામ કરતો એક કર્મચારી ગાડીનો લોક ખોલી રોકડ રકમની ચોરી કરી જતો હોવાનો સીસીટીવી ના ફૂટેજ ના માધ્યમથી ખુલાસો થયો હોવાથી પોલીસમાં જાહેર કરાયું છે. જેને પોલીસ શોધી રહી છે. 

ડેરીમાં જ કામ કરતો શખ્સ કારમાં રોકડ રકમ લઇ નાસી ગયો હોવાનું સીસીટીવીનાં માધ્યમથી ખુલ્યું

જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામના વતની અને હાલ ધ્રોલમાં જ્યોતિ પાર્ક શેરી નંબર -૨ માં રહેતા અને દૂધની ડેરી નો વ્યવસાય કરતા નંદલાલભાઈ મગનભાઈ ભેંસદડીયા નામના વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં પોતાની બોલેરો કારમાંથી રૃપિયા બે લાખની રોકડ રકમની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વેપારીએ પોતાની બોલેરો કાર ધ્રોળમાજ આવેલી બજરંગ ડેરી પાસે પાર્ક કરી હતી.

 ત્યાંથી તેની ડેરીમાંજ કામ કરતો ધ્રોલ તાલુકાના વાંકીયા ગામનો જીગ્નેશ રામજીભાઈ ભીમાણી નામનો શખ્સ ચાવી વડે લોક ખોલીને અંદરથી રોકડ રકમ ભરેલું પાર્સલ ચોરી કરીને લઈ જતો હોવાનો સીસીટીવી ફૂટેજ ના માધ્યમ થી ખુલાસો થયો હતો. તેથી ધ્રોલ પોલીસ મથકમાં પોતાના કર્મચારી સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાડેજા એ સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરે નિહાળીને રોકડ રકમ સાથે ભાગી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.



Google NewsGoogle News