જેતપુર માર્કેટિંગ યાર્ડમાં વેપારી ઉપર હુમલા પ્રકરણમાં બે આરોપી પકડાયા
- વેપારીઓ પર બોલેરો ચડાવી ઈજા કરી દેવાની ઘટનામાં
જેતપુર : જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ગત કાલેે સવારે જણશી લઈને આવેલ વાહન ચાલક અને વેપારી સાથે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટમાં વાહન ચાલકે વેપારીઓ ઉપર બોલેરો પીકઅપ વાન ચડાવી દીધી હતી. આ ઘટનામાં કુલ ૪ વેપારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ પ્રકરણમાં ચાર દોષિત આરોપીઓ પૈકી બે શખ્સની ધરપકડ કરી છે. જેમાં ઘોઘા રબારી અને વિશાલનો સમાવેશ થાય છે.
યાર્ડમાં વેપારીઓ ઉપર જીવલેણ હુમલો થતાં વેપારીઓ સ્થાનિક વેપારથી દૂર રહ્યા હતા.આજે વેપારીઓએ બાકીના આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા અને વેપારીઓને સુરક્ષા આપવાની માંગ કરી હતી.તેમજ જ્યાં સુધી મુખ્ય આરોપીને પકડી યાર્ડમાં સરઘસ કાઢવામાંનો આવે ત્યાં સુધી આજથી યાર્ડમાં હરાજીથી દૂર રહેવાની જાહેરાત કરી હતી.
જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે જામકંડોરણાના ધોળીધાર ગામેથી ઘુઘા રબારી નામનો શખ્સ પોતાની બોલેરો પીકઅપ વાનમાં મરચા ભરીને લાવ્યો હતો. તેનું વાહન ખાલી થઈ જતા યાર્ડમાં પ્રશાંત ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા પ્રશાંતભાઈ પાઘડાળ નામના વેપારીએ ઘુઘા રબારીને બોલેરો ગાડી સાઈડમાં લેવાનું કીધું હતું. જેથી ઘુઘા રબારી ઉશ્કેાઈ ગયો હતો. અને તેની સાથે આવેલ ઈસમોએ પ્રશાંત પાઘડાળ, તેમના ભાઈ ધુ્રવ અને પિતા ચંદુભાઈને મૂઢ માર માર્યો હતો. ે ઘુઘા રબારીએ પોતાની બોલેરો પિક અપ વાન ત્યાં ઉભેલ વેપારીના ટોળાઓ ઉપર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં જેતપુર યાર્ડના વેપારી ચંદુભાઇ વલ્લભભાઈ પાઘડાર (ઉ.વ.૫૪)એ આ રેતી વિશાલ રે. સાજડીયાળી, જગો રે. જામકંડોરણા, ઘોઘો રે. ખજુરી ગૂદાળા તથા એક અજાણ્યા શખ્સ સામે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આરોપી વિશાલ તથા ઘોઘાને ગણત્રીના કલાકોમાં જ ઝડપી લીધો હતો.