ટ્રક પર ચડી નાકા છોડતી વખતે વીજ લાઇનમાંથી કરંટ લાગતા ચાલકનું મોત

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ટ્રક પર ચડી નાકા છોડતી વખતે વીજ લાઇનમાંથી કરંટ લાગતા ચાલકનું મોત 1 - image


- મોરબી તાલુકાના બેલા રંગપરની સીમમાં

- નીચી માંડલ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબી : મોરબીના બેલા રંગપર રોડ પર ટ્રક ચાલક ટ્રક પર ચડી નાકા છોડતી વેળાએ વીજશોક લાગતા મોત થયું હતું જયારે નીચી માંડલ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે  

ગોધરાના વતની રમઝાન મહમદ પઠાણ (ઉ.વ.૨૦) નામના ટ્રક ચાલક રંગપર ગામની સીમમાં આવેલ ઈડોરા પાર્ટીકલ બોર્ડ સામે ટ્રક પર ચડી નાકા છોડતા હતા ત્યારે ઉપરથી પસાર થતી હેવી વિજ લાઈનનો શોક લાગતા મોત થયું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે  

બીજા બનાવમાં મૂળ યુપીના વતની અને હાલ વાંકડા ગામની સીમમાં સોરઠ પોલીફેબ કારખાનામાં રહીને મજુરી કરતા શીવાકાંત અજયકુમાર ત્રિપાઠી (ઉ.વ.૧૮) નામના યુવાન નીચી માંડલથી વાંકડા તરફ જતા રોડ પર નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 



Google NewsGoogle News