Get The App

સૂચિત સોસાયટીના મિલકતધારકોના દાવા પ્રમાણપત્રની મુદ્દત 90 દિવસથી વધારીને 365 દિવસ કરાઈ

- સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું

Updated: Dec 10th, 2019

GS TEAM


Google News
Google News
સૂચિત સોસાયટીના મિલકતધારકોના દાવા પ્રમાણપત્રની મુદ્દત 90 દિવસથી વધારીને 365 દિવસ કરાઈ 1 - image


ગાંઘીનગર તા. ડિસેમ્બર 2019, મંગળવાર

- એક જ હપ્તામાં રકમ ભરવાને બદલે માંડવાળ ફી સહિતની રકમ ભરવા મિલકતધારકોને 4  (ચાર) સરખા સરળ હપ્તા ભરવાની સવલત

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879માં તૃતિય સુધારા વિધેયક-2019 રજૂ કર્યું હતું. મંત્રીએ વિધેયક વિશે જણાવ્યું કે, રાજ્યમાં ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો વ્યાપ ઝડપથી વધતા કાયદાકીય જરૂરી હોય તેવી મંજુરીઓ (બિનખેતી પરવાનગી વગેરે) લીધા વિના ખાનગી જમીનો પર રહેણાંક અને ઔદ્યોગિક હેતુથી કરવામાં આવેલ વિકાસ, ફેરફારના રજીસ્ટરમાં અને હક્કપત્રકમાં જમીન ધારણ વગેરે અંગેની ખરેખરી સ્થિતિ નહી દર્શાવાને કારણે જમીન પરના અપૂર્ણ હક્ક, માલિકી હક્ક, હિત સંબંધના અનેક પ્રશ્નો ધ્યાન પર આવ્યા હતા

જમીન મહેસૂલ કાયદામાં પરિવર્તન લાવીને વર્ષ 2017ના વિધેયકથી કાયદાના અમલમાં સામાન્ય લોકોને પોતાના હક્ક/હિતો રેકર્ડ પર નોંધવા માટે પડતી સમસ્યા જેવી કે, માંડવાળ ફી અને અન્ય રકમોને 90 દિવસમાં ભરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ હતી.

મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, નાના મિલકતધારકોને પોતાના મિલકતના હકો રેકોર્ડ ઓફ રાઈટ્સમાં નોંધાવી શકે, મિલકતના દાવેદારોને આ કાયદાનો લાભ બહોળા પ્રમાણમાં મળે તેવા બહુવિધ હેતુથી તથા જરૂરી નાણાં ભરવામાં સવલત રહે તે માટે કાયદામાં 90 દિવસમાં એક જ હપ્તામાં નાણાં ભરવાની જોગવાઈ છે તેમાં મહત્વનો સુધારો લાવીને સુધારણાના કાયદામાં માંડવાળ ફીની રકમ ભરવાનો સમયગાળો 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવ્યો.

વધુમાં, આ સુધારણા વિધેયક દ્વારા માંડવાળ ફીની રકમ અને અન્ય ફી રકમ ભરવા સવલત કરી આપી 365 દિવસમાં સરળ ચાર હપ્તામાં નાણાં ભરી શકે તેવી જોગવાઈ આ બીલમાં કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારે પરિવર્તનિય વિસ્તારોની જમીનો નિયમિત કરવા અંગેના કાયદામાં સંબંધિત સમય (રીલેવન્ટ પીરીયડમાં) તા.1.1.2000 હતો. જેમાં તા.28.2.2019ના જાહેરનામાંથી આ સમયગાળો તા.1.1.2005 સુધી લંબાવવામાં આવ્યો છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, ઉક્ત સુધારાથી પરિવર્તનિય વિસ્તારોમાં આવેલા નાના ક્ષેત્રફળ વાળી જમીનોના મિલકતધારકોને હવે સરળ ચાર હપ્તે અને 365 દિવસ જેટલી લાંબી મુદ્દત મળતા મિલકત ધારકો સરળતાથી પોતાની રકમ સરકારમાં રકમ ભરપાઈ કરી મિલકતને રેકર્ડ ઓફ રાઈટના નામોમાં દાખલ કરી શકશે અને સરળતાથી પ્રોપર્ટી કાર્ડ મેળવી શકશે.

Tags :