મહિલાને બદનામ કરનાર મોડાસાના પ્રાંત અધિકારી સસ્પેન્ડ
- 31 કલાકની ધરપકડ બાદ જામીન ઉપર મુક્ત કરાયેલા અધિકારી સામે તંત્ર એકશનમાં
- જિલ્લા કલેકટરે સરકારમાં રિપોર્ટ કર્યા બાદ મહેસુલ વિભાગે અધિકારીને બરતરફ કર્યો : અધિકારીના નજીકના વહીવટદારો ભૂગર્ભમાં ઉતરી ગયા
મોડાસા,તા. 12
ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા એક મહિલા અધિકારી સાથે
બળજબરી પૂર્વક સંબંધ રાખવા દબાણ કરતા અને છેલ્લા એક વર્ષથી આ મહિલાને તંગ કરતા
મોડાસાના પ્રાંત અધિકારી સામે કરાયેલી ફરીયાદ બાદ અમદાવાદ સાઈબર ક્રાઈમે અધિકારીની ધરપકડ કરી લીધી હતી. ૩૧ કલાકની ધરપકડ
બાદ સાયબર ક્રાઈમે આ અધિકારીને કોર્ટમાં રજુ કર્યો હતો.પરંતે આશ્ચર્યજનક રીતે
રિમાન્ડ નહી મંગાતાં શરતી જામીન મુક્ત કરાયેલ ા અધિકારીને આખરે રાજય મહેસૂલ વિભાગે
સસ્પેન્ડ કરી દીધો હતો.આ સસ્પેન્શનના હુકમથી પીડીતાના પરિવારમાં રાહત ફેલાઈ હતી.
જયારે આ અધિકારીના વહીવટદારો ફફડી ઉઠયા હતા.
એક મહિલા અધિકારીને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરવા
તેણીને બદનામ કરવા બિભત્સ ફોટા અને વિડીયો આ મહિલા અધિકારીને તેમજ દિકરા,પતિ
સહિતના સંબંધીઓને મોકલી સતામણી પહોંચાડનાર મોડાસાના ડેપ્યુટી કલેકટર એંવ પ્રાંત
અધિકારી મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ગત મંગળવારના રોજ મોડાસા જિલ્લા
સેવાસદનમાંથી અટકાયત કરી લીધી હતી.આ અધિકારીની સતામણીનો ભોગ બનનાર મહિલાએ અમદાવાદ
સાયબર ક્રાઈમમાં નોંધાવેલા ફરીયાદ બાદ પોલીસે
તેમજ આઈ.ટી.એકટ કલમ હેઠળ ગુનો
નોંધ્યો હતો. અને સાયબર સેલના ઈન્સ્પેકટર બી.કે.ગમારના આદેશને આદેશને પગલે પોસઈ
એચ.એન.વાઘેલાએ મોડાસાના પ્રાંત અધિકારી મંયક પટેલને મોડાસાથી વધુ પુછપરછ અર્થે
લાવી અમદાવાદ ખાતે ધરપકડ કરી હતી. ૩૧ કલાકધરપકડ હેઠળ રખાયેલ આ અધિકારીને કોર્ટમાં
રજૂ કરાયો હતો.પરંતુ ફરીયાદ બાદ ધરપકડ કરનાર સાયબર ક્રાઈમ ટીમે આશ્ચયજનક રીતે
રીમાન્ડની માંગ નહી કરતાં નામદાર કોર્ટે આ અધિકારીને રૃ.૨૫ હજારના શરતી જામીન ઉપર
છોડયો હતો. આ આરોપીના રીમાન્ડ નહી મગાતાં કેટલાય પ્રશ્નો ચર્ચાએ ચડયા હતા.
આખરે અરવલ્લી જિલ્લા કલેકટરના રીપોર્ટ અને મહિલાને ન્યાય
અપાવવાના નિર્ણયને પગલે નવી ઈનિંગ્સની
શેખી મારતા આ મોડાસાના પ્રાંત અધિકારીને રાજય મહેસૂલ વિભાગે સસ્પેન્ડ કરી દીધા
છે જયારે આ સસ્પેનન્સના હુકમને પગલે
અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવતા એજન્ટો,વહીવટદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.જોકે
અરવલ્લી જિલ્લા કલેકટરે આ નિર્ણય અંગેનો સત્તાવાર હુકમ હજુ મળ્યો ન હોવાનું
જણાવ્યું હતું.
સસ્પેન્ડેડ મયંક પટેલને કચ્છ ભૂજ ખાતે ખસેડાયા
રાજયના મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવતા મહિલા અધિકારી સાથે પરાણે પ્રીત કરવા,મહિલા અધિકારીને તાબે થવા સતામણી કરવા અને મર્યાદાઓ નેવે મૂકી અસભ્ય વર્તન કરનાર મોડાસાના પ્રાંત અધિકારીને મહિલા અધિકારીએ કાયદાનો પાઠ ભણાવ્યો અને હવે રાજયે સરકારે આવા અધિકારીને સસ્પેન્ડ કરી દઈ મહિલાઓને સલામતીનો સંદેશ પૂરો પાડયો છે. ત્યારે આવા સસ્પેન્ડેડ અધિકારીને રાજયના મહેસૂલ વિભાગ કચ્છ-ભૂજ ખાતે ખસેડવાનો હુકમ કર્યો હતો.ગુનાહિત વૃતિ રાખતા કોઇ મહેસુલી કર્મચારીને છોડાશે નહીં તેવુ નિવેદન મહેસુલ મંત્રીએ આપ્યું હતું.
વર્ષ ૨૦૧૬માં મહિલા અધિકારી મયંક પટેલના પરિચયમાં આવી હતી
મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલ કપડવંજ ખાતે નાયબ
મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા.ત્યારે આ મહિલા સાથે વર્ષ ૨૦૧૬માં પરીચય થયો
હતો.અને પછી તો એકબીજાના ઘરે આવવા જવાના સંબંધ શરૃ થયા હતા.અને પછી તો આ મહિલાને
યેનકેન પ્રકારે ફોન કરતો આ અધિકારી મહિલાના મોબાઈલ નંબરથી લોકેશન જણી ત્યાં પહોંચી
જતો અને કેટલીકવાર મહિલાના પતિ સાથે બિભત્સ ભાષામાં વાત કરી મારી નાખવાની ધમકી
આપવા લાગેલ.
અધિકારી નવ મોબાઈલ નંબરોથી કોલીંગ કરતો હતો
અમાદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નોંધેલ ફરીયાદમાં આરોપી
પ્રાંત અધિકારી અને એસડીએમ મયંક પટેલ આ મહિલા અધિકારીને જુદાજુદા ૯ મોબાઈલ નંબરો
ઉપરથી વિડીયો કોલીંગ,વોટસએપ કોલીંગ કરી મહિલા અને તેના ઘરના
સભ્યો,પિયર પક્ષના સભ્યોને હેરાન પરેશાન કરતો હતો.અને આ
મહિલા અધિકારીના બીભત્સ ફોટા તેના દિકરાને મોકલી હદ વટાવી હોવાનું નોંધાયું છે.