Get The App

ગાંધીનગર તાલુકા પંચાયતના નવ સદસ્યોનું સભ્યપદ સમાપ્ત

- પ્રમુખ સહિત ભાજપના છ જ્યારે કોંગ્રેસના ત્રણ મળી

- પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ સભ્યપદ રદ કરાતાં સમીકરણો બદલાયાઃકોંગ્રેસ ગેલમાં,ભાજપને વધુ નુકશાન

Updated: Sep 7th, 2020


Google NewsGoogle News
ગાંધીનગર તાલુકા પંચાયતના નવ સદસ્યોનું સભ્યપદ સમાપ્ત 1 - image


ગાંધીનગર,તા.07 સપ્ટેમ્બર 2020, સોમવાર

ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતા આગીમા તા ૯મીએ ચૂંટણી થવાની છે જેને લઇને ભાજપ-કોંગ્રેસમાં રાજકારણ તેજ બન્યું છે અને રીસોર્ટ પોલીટીક્સ પણ ખેલાઇ રહ્યું છે તે વચ્ચે સરકારે ગેઝેટ પાડીને કોર્પોરેશનમાં ભળી ગયેલી નવ સમગ્ર સીટના સદસ્યોનું સભ્યપદ રદ કર્યું છે જેને લઇને ફરી સમિકરણો બદલાયા છે. રદ કરાયેલી નવ સીટો પૈકી ૬ બેઠકો ભાજપ પાસે હતી જ્યારે કોંગ્રેસ પાસે ત્રણ સીટો હતી જેથી કોંગ્રેસ ગેલમાં આવી ગઇ છે જ્યારે ભાજપને વધુ નુકશાન આ સભ્યપદ રદ થવાને કારણે થયું હોય તેમ સ્પષ્ટ દેખાઇ આવે છે.

અમદાવાદ-ગાંધીનગર શહેરી વિસ્તારની હદ વિસ્તારમાં ગાંધીનગર જિલ્લાના ઘણા ગામોને ગાંધીનગર તથા અમદાવાદ કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ગાંધીનગ તાલુકાના અમદાવાદ તરફના ગામો મુખ્ય છે ત્યારે કોર્પોરેશનમાં ગામો ભેળવવાની સાથે જ આ ગ્રામપંચાયતોના અસ્તિત્વ મટી ગયા હતા અને સરપંચ સહિત સમગ્ર ગ્રામપંચાયતની બોડી રદ થઇ ગઇ હતી તેમ છતા સમગ્ર બેઠકના ગામો કોર્પોરેશનમાં ભળી ગયા હોવા છતા પણ તાલુકા-જિલ્લા પંચાયતની સીટો કે તેના સદસ્યોની સદસ્યતા રદ કરવામાં આવી ન હતી હવે જ્યારે આગામી તા. ૯મીએ ગાંધીનગર તાલુકા પંચાયતમાં આગામી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે તે પુર્વે સરકારે ખાસ નોટીફીકેશન બહાર પાડયું છે જેને આધારે ગાંધીનગર તાલુકા પંચાયતની નવ બેઠકનો સમગ્ર વિસ્તાર કોર્પોરેશનમાં સમાઇ ગયો હોવાને કારણે આ સીટની સાથે ચૂંટાયેલા સદસ્યનું પણ સભ્યપદ સમાપ્ત જાહેર કરવામાં આવ્યું છે. 

સરકારે બહાર પાડેલા નોટીફીકેશન મુજબ, ગાંધીનગર તાલુકા પંચાયતના નવ વિસ્તારના તમામ ગામો ગાંધીનગર કોર્પોરેશનમાં ભળી ગયા છે જેને કારણે ભાટ, કોબા, કોલવડા-૧, કોલવડા-ર, કુડાસણ, પોર, રાંધેજા-૧, વાવોલ-૧ અને ઝુંડાલ ની તાલુકા પંચાયતની બેઠક પર  અનુક્રમે ચૂંટાઇ આવેલા પ્રકાશકુમાર વાણીયા, શોભનાબેન આઇ. વાઘેલા, સ્મિતાબેન કિરણસિંહ વાઘેલા, કિંજલબેન દિનેશજી ઠાકોર, અલ્પાબેન પટેલ, ઉષાબેન ઠાકોર, નંદુભાઇ પટેલ, કુબેરસિંહ ગોલ અને સેજલબેન પરમાર એમ નવ સદસ્યની સભ્યતા સમાપ્ત થઇ ગઇ છે.

આ સદસ્યો પૈકી શોભનાબેન આઇ.વાઘેલા સહિત છ સભ્યો ભાજપ છે જ્યારે કોંગ્રેસના ચિન્હ ઉપર ચૂંટાઇ આવેલા ત્રણ સભ્યોની સદસ્યતા રદ થઇ છે. અઢી વર્ષ પહેલા ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસના ૧૮ જ્યારે ભાજપના ૧૫ સભ્યો ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવાર વિજય બન્યા હતા.હવે જ્યારે આ નવ સભ્યની સદસ્યતા સમાપ્ત થઇ છે જેના કારણે હવે કોંગ્રેસ પાસે હવે ૧૫ સદસ્યો રહ્યા છે જ્યારે ભાજપ નવ સીટ સાથે લુધુમતીમાં આવી ગયું છે. 

નવ સભ્યોની સદસ્યતા સમાપ્ત થતા

હવે, કોંગ્રેસના 15 જ્યારે ભાજપના 9 સભ્યો જ રહ્યા

આગામી તા.૯મીએ ગાંધીનગર તાલુકા પંચાયતના હવે પછીના ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ વચ્ચે તડજોડનું રાજકારણ શરૂ થઇ ગયું છે. પાર્ટી છોડીને અથવા તો ચૂંટણીના દિવસે સભામાં ગેર હાજર રહેવા માટે બન્ને બાજુથી સદસ્યોને ઓફરો થઇ રહી છે તે વચ્ચે આજે સરકારે નોટીફીકેશન જાહેર કરીને નવ સદસ્યોનું સભ્યપદ રદ કર્યું છે. જેના આધારે હવે રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે અને ભાજપ બેકફુટમાં આવી ગયું છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે ૩૬ બેઠકની ગાંધીનગર તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણી બાદના પરિણામો વખતે ૧૮ સભ્યો કોંગ્રેસના જ્યારે ૧૫ સભ્યો ભાજપના વિજય બન્યા હતા જ્યારે ત્રણ બેઠકો અપક્ષોએ પોતાના હાથ કરી હતી. ત્યાર બાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસની આંતરિક જુથબંધીનો લાભ ઉઠાવીને ભાજપે બહુમતી મેળવવાની સાથે પંચાયત પ્રમુખની ખૂરશી પણ હાંસલ કરી લીધી હતી.

તો ગાંધીનગરના ગામો કોર્પોરેશનમાં ભળવાની સાથે સરકારના ગેઝેટ પ્રમાણે નવ સદસ્યોનું સભ્યપદ રદ થયું છે જેમાં ભાજપના છ જ્યારે કોંગ્રેસના ત્રણ છે હવે ભાજપના સભ્યોની સંખ્યા ૧૫થી ઘટીને નવ સુધી આવી ગઇ છે. જ્યારે કોંગ્રેસના ત્રણ સભ્યો ઘટતા હવે કોંગ્રેસ પાસે ૧૫ સભ્યો રહ્યા છે જો કે, આટલી સંખ્યા પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવા માટે પુરતી છે. ત્યારે હવે ભાજપ કોંગ્રેસમાં આંતરિક બળવાની રાહ જોઇ રહ્યું છે. 

સભ્યપદ સમાપ્ત થયેલા સદસ્યો

ગાંધીનગર તાલુકા પંચાયતની નવ બેઠકનો સમગ્ર વિસ્તાર એટલે કે, તે બેઠકના તમામ ગામો ગાંધીનગર કોર્પોરેશનમાં ભળી ગયા હોવાને કારણે આ બેઠક ઉપર ચૂંટાઇને આવેલા સદસ્યોનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના છ જ્યારે કોંગ્રેસના ત્રણ સભ્યોની સભ્યતા રદ થાય છે. જે સદસ્યાનું સભ્યપદ સમાપ્ત થયું છે તેમના નામની યાદી નીચે પ્રમાણે છે. 

બેઠક

ચુંટાયેલ સદસ્ય

પક્ષ

ભાટ

પ્રકાશકુમાર કાળીદાશ વાણીયા

કોંગ્રેસ

કોબા

શોભનાબેન આઇ.વાઘેલા

ભાજપ

કોલવડા-૧

સ્મિતાબા કિરણસિંહ વાઘેલા

કોંગ્રેસ

કોલવડા-૨

કિંજલબેન દિનેશજી ઠાકોર

ભાજપ

કુડાસણ

 અલ્પાબેન કૌશિકભાઇ પટેલ

ભાજપ

પોર

ઉષાબેન વિષ્ણુજી ઠાકોર

ભાજપ

રાંધેજા-૧

નંદુભાઇ રમણભાઇ પટેલ

ભાજપ

વાવોલ-૧

કુબેરસિંહ કાળુસિંહ ગોલ

કોંગ્રેસ

ઝુંડાલ

સેજલબેન કનુભાઇ પરમાર

ભાજપ


Google NewsGoogle News