Get The App

ભાવનગરમાં લઘુતમ તાપમાન 15.8 ડિગ્રીએ પહોંચતા ઠંડીનુ જોર યથાવત

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં લઘુતમ તાપમાન 15.8 ડિગ્રીએ પહોંચતા ઠંડીનુ જોર યથાવત 1 - image


- છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ તાપમાનમાં આશરે 4 ડિગ્રીનો ઘટાડો 

- મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયુ, પવનની ઝડપ 12 કિલોમીટર : વહેલી સવારે અને રાત્રીના ઠંડીનો ચમકારો 

ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન ફરી ઘટયુ છે, જેના પગલે ઠંડીનુ જોર વધ્યુ છે તેથી લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે અને મોડીરાત્રીના ઠંડીનુ જોર વધુ હોય છે, જયારે દિવસે તડકાના પગલે ઠંડીનુ જોર ઓછુ રહેતુ હોય છે. હાલ ફરી ઠંડી વધતા લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.  

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે મહત્તમ તાપમાન ર૮.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧પ.૮ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૧ ટકા અને પવનની ઝડપ ૧ર કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે શનિવારે મહત્તમ તાપમાન ર૭.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧પ.પ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૩પ ટકા અને પવનની ઝડપ ૧૪ કિલોમીટર નોંધાઈ હતી. ગત તા. ૭ ફેબૂ્રઆરીએ મહત્તમ તાપમાન ર૯.ર ડિગ્રી અને લઘુતમ તાપમાન ર૦.૪ ડિગ્રી નોંધાયુ હતું. છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ તાપમાનમાં આશરે ૪ ડિગ્રીનો ઘટાડો થયો છે તેથી ઠંડીનુ જોર વધ્યુ છે પરંતુ પવનની ઝડપ પણ વઘઘટ થઈ રહી છે. પાંચ દિવસ પૂર્વે તાપમાન વધતા ઠંડી ઘટી ગઈ હતી અને લોકોને ગરમીનો અનુભવ થતો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસ ફરી લઘુતમ તાપમાન ઘટતા ઠંડીનુ જોર વધ્યુ છે. 

હાલ ઠંડો પવન ફુંકાતા ઘણા લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખ્યા હતાં. વહેલી સવારે તેમજ મોડીરાત્રીના ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. રોડ સુમસાન જોવા મળ્યા હતા અને લોકોની ખુબ જ ઓછી અવર-જવર જોવા મળી હતી. ઠંડી વધતા રાત્રીના સમયે કેટલાક લોકો તાપણી કરતા નજરે પડયા હતાં. રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી હતી અને તેઓ ધાબળા ઓઢી સુતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતું.



Google NewsGoogle News