કાલાવડના હરિપર મેવાસા ગામે ફાયરિંગઃ ખેડૂત પરિવારના સભ્યો સહિત 7 ઘાયલ
- ફટાકડા ફોડવાના પ્રશ્ને પાડોશી શખ્સોનો હુમલો
- ડબલ બેરલ બંદૂકમાંથી ફાયરિંગ કરી, પથ્થરના ઘા તથા છરી વડે ઝપાઝપી કરનાર 4 શખ્સો સામે ફરિયાદ
જામનગર : કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત પરિવારના સભ્યો પર ફટાકડા ફોડવાના તકરાર કરીને પાડોશી આરોપીઓએ ડબલ બેરલ વાળી બંદૂકમાંથી ફાયરિંગ કરી, છરી વડે તેમજ પથ્થર વડે હુમલો કરતા ખેડૂત પરિવારના સભ્યો સહિત સાતને ઇજા થતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.
હરીપર (મેવાસા) ગામે રહેતા અને ખેતી કરતા ફીરોજભાઈ કાસમભાઈ હાલાણી (ઉ.વ.૪૫)એ યુનુસભાઈ તૈયબભાઈ હાલેપૌત્રા, આસીફભાઈ તૈયબભાઈ હાલેપૌત્રા, આમીનભાઈ યુનુસભાઈ હાલેપૌત્રા, મામદભાઈ નાથાભાઈ સમા(રહે.તમામ હરીપર મેવાસા) સામે ડબલ બેરલ વાળી બંદૂકમાંથી ફાયરિંગ કરી, છરી વડે તેમજ પથ્થર વડે હુમલો કરતા સાતને ઇજા થયાની ફરિયાદ નોંધાવી છે.
તેમાં જણાવાયું હતું ગત રાત્રિના નવેક વાગ્યે ફરિયાદી તથા તેમના પત્ની આયશાબેન, તેમના ભાઈ તાજુનભાઈ તથા તેમના પત્ની સોનલબેન તથા ભાઇની સાસરે રહેલી દીકરી સીમરનબેન તથા તમન્નાબેન તથા માતા અમીનાબેન એમ બધા ફળીયામા બેઠા હતા.અને સીમરનબેનના બંને બાળકો જેમા દીકરો તેજ તથા દીકરી આયત તથા અન્ય બાળકો ફળીયામા ફટાકડા ફોડતા હતા. દરમ્યાન સવા દસેક વાગ્યે ફળીયાના દરવાજા પાસે પાડોશમાં રહેતા યુનુસભાઈ તૈયબભાઈ હાલેપૌત્રા આવેલ. અને કહેવા લાગેલ કે તમારા છોકરા ફટાકડા ફોડે છે તે ફટાકડા ઉડીને અમારા ફળીયામાં આવે છે. કહી બોલચાલી કરવા લાગેલ.દરમ્યાન યુનુસભાઇના પત્ની જેનુબેન ત્યાં આવી ગયેલ અને તે યુનુસભાઈને લઈને પોતાના ઘરે જતા હતા.ત્યારે ત્યાથી જતા-જતા યુનુસભાઈએ હંુ તને જોઇ લઇશ તેવી ધમકી આપતા પોતાના ઘરે જતા રહેલ હતા.
બાદમાં વિસેક મીનીટ બાદ યુનુસભાઈ તથા તેમનો દીકરો આમીન બંને જણા તેની કાળા કલરની સ્કોર્પીયોમાં આવી અને નીચે ઉતરી યુનુસભાઇએ ડબલ બેરલ વાળી બંદૂક તાકી અને મારી નાખવાના ઇરાદાથી ફાયરીંગ કરેલ. જે ફાયરીંગમા નાના ભાઈ તાજુનભાઈની દીકરી સીમરનબેન,તમન્નાબેન,અસલીઆનબેન શકીલભાઈ મથુપૌત્રા (ઉ.વ.અઢી), તાજુનભાઈ તથા ફરિયાદીના પત્ની આયશાબેનને ઇજા થયેલ.
દરમ્યાન યુનુસભાઈનો નાનો ભાઇ આસીફભાઇ તૈયબભાઈ હાલેપોત્રા પોતાનુ મોટર સાઇકલ લઇને ત્યાં આવીએને છરી લઇ નીચે ઉતરેલ અને ફરિયાદીના ફઈના દીકરા સોહીલભાઈ ઈબ્રાહીમભાઈ ખીરા સાથે બોલાચાલી તથા ઝપાઝપી કરવા લાગેલ તેવામાં ત્યા મામદભાઈ નાથાભાઈ સમા પણ આવી ગયેલ અને મામદભાઈએ પણ કોઈ હથિયાર વડે ફાયરીંગ કરેલ હતુ. અને યુનુસભાઇના દીકરા આમીનભાઈએ તેના હાથમા રહેલ પથ્થરોના છુટા ઘા કરતા ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોને ઇજા થઇ હતી.અને આ ચારેય જણાઓ ગાળો બોલતા હોય અને તમે બધા હવે ગામમાં કેમ રહો છો તે અમે જોઇ લેશુ અને હવે તમને જીવતા રહેવા દેશુ નહી તેવી ધમકી આપી અને અને જતા-જતા યુનુસભાઇ તથા તેના નાના ભા ઇ આસીફભાઇએ કહેલ કે અગાઉ તમે અમારા ઉપર ફરીયાદ કરેલ હોય પણ તમે અમારૃ શુ કરી લીધુ તેવુ કહી આ ચારેય જણા ત્યાથી જતા રહેલ હતા. ફાયરીંગમાં ધવાયેલા તમામ વ્યક્તિઓને સારવાર માટે જામનગર જી.જી.હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
સમગ્ર ઘટના ની જાણ થતા કાલાવડ ગ્રામના પોલીસી ઇન્સ્પેક્ટર એન. બી. ડાભી બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. અને ફીરોજભાઈ કાસમભાઈ હાલાણીની ફરિયાદના આધારે આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.તથા તપાસ હાથ ધરી છે.સભ્યોને ઇજા થઇ હતી.અને આ ચારેય જણાઓ ગાળો બોલતા હોય અને તમે બધા હવે ગામમાં કેમ રહો છો તે અમે જોઇ લેશુ અને હવે તમને જીવતા રહેવા દેશુ નહી તેવી ધમકી આપી અને અને જતા-જતા યુનુસભાઇ તથા તેના નાના ભા ઇ આસીફભાઇએ કહેલ કે અગાઉ તમે અમારા ઉપર ફરીયાદ કરેલ હોય પણ તમે અમારૃ શુ કરી લીધુ તેવુ કહી આ ચારેય જણા ત્યાથી જતા રહેલ હતા. ફાયરીંગમાં ધવાયેલા તમામ વ્યક્તિઓને સારવાર માટે જામનગર જી.જી.હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
સમગ્ર ઘટના ની જાણ થતા કાલાવડ ગ્રામના પોલીસી ઇન્સ્પેક્ટર એન. બી. ડાભી બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. અને ફીરોજભાઈ કાસમભાઈ હાલાણીની ફરિયાદના આધારે આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.તથા તપાસ હાથ ધરી છે.