જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં બે યુવાનો પર જીવલેણ હુમલો
- 8 શખ્સો પાઈપ, છરી, ધોકા લઈ તૂટી પડયા
- દંગલના પગલે પ્રસર્યો ભયનો માહોલ
જામનગર : જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી આવેલા આઠ શખ્સોએ મચ્છી પીઠ વિસ્તારમાં ઉભેલા બે યુવાનોને કંઈ સમજે વિચારે તે પહેલાં ગાળો કાઢી, ઝઘડો કરી અચાનક હુમલો કરી દીધો હતો. બન્નેને ગંભીર ઈજા થવાથી સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
જામનગરનાં ત્રણ બત્તી વિસ્તારમાં મચ્છી પીઠમાં આવેલ સાદીકભાઈની દુકાન પાસે ફારૃક અનવરભાઈ ખોડ નામનો યુવાન આવેશ ફીરોજભાઈ ગંઢાર, કાદર હુસેનભાઈ છરેચા તથા અન્ય વ્યક્તિઓ સાથે છોટા હાથી વાહનમાંથી મચ્છીના બોકસ ઉતારી ઉભો હતો. ત્યારે અહીં શબ્બીર જુનશભાઈ સંધાર, અકરમ બીલાલ સંધરા, મહેબુબ કાસમ સંધાર, મહમદરઝા ઈશા ંધાર, આદમ આમદ, રહીમ ઈબ્રાહિમ સંધાર, ફારૃક ઈબ્રાહિમ સંધાર ્ને ઈબ્રાહિમ સંધાર નામના માધાપર ભુંગાના શખ્સો ધસી આવ્યા હતાં. લોખંડના પાઈપ અને લાકડાંના ધોકા તથા છરી અને તલવાર વડે ફારૃક તેમજ આવેશ ફીરોઝભાઈ ગંઢાર નામના બે યુવાન ઉપર એકાએક હુમંલો કર્યો હતો. આથી ઈજા પહોંચતા તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.ં
આ બનાવની જાણ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. ઝઘડાના આ બનાવથી આજુબાજુમાં ભયનો માહોલ ફેલાયો હતો.