દારૂ પીવાની આદત અંગે પરિવારે ઠપકો આપતા ખેડૂતનો આપઘાત

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
દારૂ પીવાની આદત અંગે પરિવારે ઠપકો આપતા ખેડૂતનો આપઘાત 1 - image


- લાલપુર તાલુકાના મોવાણા ગામે

- કાલાવડના બામણ ગામે બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી ખેડૂતે જીવન ટૂંકાવ્યું

જામનગર : લાલપુર તાલુકા ના મેમાણા ગામના એક ખેડૂત યુવાને પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં રસ્સો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાની જૂની દારૂ પીવાની ટેવ બાબતે પત્ની તથા પરિવારજનો ઠપકો આપતા હોવાથી સહન નહીં થતાં આ પગલું ભરી લીધું હતું.કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા ૫૦ વર્ષના એક ખેડૂત આધેડે બીમારીથી કંટાળી જઇ કૂવામા ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

લાલપુર નજીક મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રઘુવીરસિંહ નટુભા જાડેજા નામના ૪૬ વર્ષના ખેડૂત યુવાને પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં રસ્સો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ખેડૂતને ક્યારેક ક્યારેક દારૂ પીવાની ટેવ હતી. જે ટેવને કારણે તેના પત્ની અને પરિવારના સભ્યો આ ટેવને મુકવા બાબતે બોલા ચાલી કરતા હતા. તેથી તેને મનમાં લાગી આવતાં છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા, અને આપઘાત નું પગલું ભરી લીધું હતું.

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા મહેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખીમજીભાઇ ગીણોયા નામના ૫૦ વર્ષના ખેડૂત આધેડ  કે જેઓ સાતેક વર્ષથી પગના દુખાવાની બીમારીથી પીડાતા હતા. જેની દવા ચાલુ હતી, તેમ છતાં સારું નહીં થતાં તે બીમારીથી કંટાળી જઈ પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની મૃતકના સંબંધી સંજયભાઈ ભીમજીભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News