વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી મોરબીના વૃધ્ધનો આપઘાત, ચાર આરોપી પકડાયા
- પઠાણી ઉઘરાણી કરી ઝેર પીવા મજબુર કરનારા 15 સામે ગુનો
મોરબી : શહેરના શનાળા રોડ પર રહેતા અને જમીન મકાનના ધંધાર્થી વૃધ્ધ પોતાના વ્યવસાય સાથે અન્ય પાસેથી નીચા વ્યાજે નાણા લઈને કમીશન પર વ્યાજ વટાઉનો ધંધો પણ કરતા હતા જો કે વ્યાજનો ધંધો મોંઘો પડયો હતો કેમકે લેણી ૫૭ લાખ રકમ નીકળતી નહિ હોવાથી વૃધ્ધ આર્થિક ભીંસમાં મુકાયા હતાં અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આયખું ટૂંકાવી લીધું હતુ.ં જે બનાવને પગલે પોલીસે ૧૫ વિરૃધ્ધ ફરિયાદ નોંધી ચાર આરોપીને ઝડપી લીધા છે. અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
ઓછા વ્યાજે જે પૈસા લઈ ઉંચા વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતા વેપારીનાં રૃા ૫૭ લાખ ફસાઈ જતાં આત્યંતિક પગલું ભરી લીધું
જીઆઈડીસી સામે આરાધના સોસાયટીમાં રહેતા જયોતિબેન હરેશભાઈ સાયતા ઉ.વ.૫૮ વાળાએ આરોપી યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, ભીખાભાઈ ઉર્ફે અમરતલાલ લાજીભાઈ ભોજાણી, નરેનદ્ લાલજીભાઈ ભોજાણી, યોગેશ મિસ્ત્રી, સવજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજસિંહ, નવીન હીરાભાઈ, મહાવીરસિંહ, ભાવેશભાઈ કારીઆ, સમીરભાઈ પંડયા, લલિત મીરાણી, ગીરીશ છબીબભાઈ કોટેચા, જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર અને કલ્પેશ જગાભાઈ ઠક્કર એમ ૧૫ આરોપીના નામ અને મોબાઈલ નંબર સાથે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વ્યાજે રૃપિયા લીધા હતાં જેનું રેગ્યુલર વ્યાજ ચુકવતા હતા અને છેલ્લા ૧૫ દિવસથી વ્યાજ નહિ ચૂકવી સકતા હેરાન કરતા હોવાથી ફરિયાદીના પતિ હરેશભાઈ કાંતિલાલ સાયતાએ ઝેરી દવા પી આયખું ટૂંકાવી લીધું હતુ.ં જેથી પોલીસે આરોપીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક વૃધ્ધ વ્યાજ વટાઉનો ધંધો કમીશનથી કરતા હતા જેમાં તેઓએ લખેલી ત્રણ પેજની સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, ૨૬ જેટલા લોકો પાસેથી ુલ રૃા. ૫૭ લાખ લેવાના નીકળતા હતા જે લોકો પૈસા ચુકવતા ના હોય અને ૧૫ દિવસથી વ્યાજ ચૂકવી ના શકતા વ્યાજખોરોએ ત્રાસ આપતા પોતે અંતિમ પગલું ભરે છે અને મોત પાછળ આ લોકો જ જવાબદાર છે ત્યારે પોલીસે સુસાઈડ નોટ કબજે લઈને તેને આધારે વધુ તપાસ ચલાવી છે હાલ એ ડીવીઝન પોલીસે ૧૫ આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી આરોપી ભીખાભાઈ ઉર્ફે અમરતલાલ ભોજાણી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી, ગીરીશ છબીબભાઈ કોટેચા અને જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર એમ ચાર આરોપીને ઝડપી લીધા છે.