વડતાલમાં સી.આર. પાટીલ હાજર હતા અને વડાપ્રધાનનો અચનાક કોલ આવ્યો
- આ કાર્યક્રમમાં માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર હતા, સાંજે વિભાગ છીનવાયો
ગાંધીનગર : ગુજરાતની કેબિનેટના બે મંત્રીઓના વિભાગો છીનવાયા એ પહેલાં વડતાલ ધામમાં હાઇકમાન્ડનો ફોન આવ્યો હતો અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ફોન પર વાત કરી હતી. આ વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.
મંચ પર ઉપસ્થિત સ્વામીજી પણ બોલી રહ્યાં છે કે વડાપ્રધાનનો ફોન આવ્યો છે એટલે સીઆર પાટીલ ઉભા થયાં છે. સીઆર પાટીલ જ્યારે મોબાઇલ ફોન પર વાત કરતા હતા ત્યારે તે કાર્યક્રમમાં પૂર્ણેશ મોદી ઉપસ્થિત હતા. તેઓ ફોન દરમ્યાન સીઆર પાટીલની સામે જોઇ રહ્યાં હતા.
આ વિડીયોમાં સીઆર પાટીલ વડાપ્રધાન સાથે વાત કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે અને સરકારમાં મંત્રીઓમાં ફેરબદલનો કોઇ સંદેશ હોય તેવું લાગી રહ્યું છે. સીઆર પાટીલનું પ્રવચન ચાલુ હતું ત્યારે તેમના અંગત મદદનીશે મોબાઇલ આપ્યો હતો અને તેઓ મંચ પરથી દૂર ગયા હતા.