મહિલાને વોટસએપ કર્યાની દાઝે ચાર શખ્સે યુવાનનું અપહરણ કરી માર માર્યો

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
મહિલાને વોટસએપ કર્યાની દાઝે ચાર શખ્સે યુવાનનું અપહરણ કરી માર માર્યો 1 - image


- યુવાન મહુવા યાર્ડમાં ડુંગળી ખાલી કરવા ગયા હતા ત્યારે બનાવ

ભાવનગર : મહુવાના બગદાણા ગામે રહેતા યુવાને મહિલા સાથે મોબાઈલ વોટસએપ પર વાતચીત કરી હોવાની જાણ આજ ગામે રહેતા શખ્સોને થઈ હતા માર્કેટિંગ યાર્ડ ખાતે ધસી જઇ લોખંડના પાઇપ વડે માર મારી યુવાનને મોટરસાયકલ પર પરાણે બેસાડી તલગાજરડા ગામ તરફ જતા કાચા રસ્તે લઇ જઈ ચારેય શખ્સે લોખંડના પાઈપ વતી ગંભીર પણે માર્યો હતો.

- યાર્ડમાં મારમારી બાઈક પર બેસાડી કાચા રસ્તે લઇ જઈ પાઇપનાં ઘા ઝીંક્યાની ફરિયાદ

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહુવાના બગદાણા ગામે રહેતા ધીરુભાઈ વિઠ્ઠલભાઈ બાંભણિયાએ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,ધીરુભાઈએ મહિલાને વોટ્સેપમાં મેસેજ કર્યો હોવાની જાણ ભાવેશ ચોથાભાઈ મકવાણાને થઈ જતાં તેની દાઝ રાખી ચારેય શખ્સોઓ બે મોટર સાયકલ લઇ મહુવા માર્કેટીંગયાર્ડમાં આવી ભરત માવજીભાઈ વાસિયાએ ધીરુભાઈનાં પગમાં સાથળના ભાગે પાઈપના ઘા મારી પકડી પોતાની મોટર સાયકલમાં બેસાડી મહુવા બાયપાસ હાઇવે રોડ તલગાજરડા ચોકડીથી આગળ વડલી તરફ જતા બ્રીજ પાસેના તલગાજરડા ગામ તરફ જતા કાચા રસ્તે લઇ જઈ ભાવેશ હકાભાઈ પરમારે પાઈપના ઘા મારી ગંભીર ઈજા પહોચાડી હતી.તેમજ ભાવેશ ચોથાભાઇ મકવાણા, શાંતી ધરમશીભાઇ ભીલ,ભરત માવજીભાઇ વાસીયા,ભાવેશ હકાભાઇ પરમારએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી હોવાની ફરિયાદ ધીરુભાઈ એ  ચાર શખ્સ વિરુદ્ધ આઈપીસી ૩૬૫,૩૨૩,૫૦૪,૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ નોધાવતા પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News