બે બાઈક અથડાતાં ધ્રોલના યુવાનનું મોત, બાળક સહિત ત્રણને ગંભીર ઇજા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
બે બાઈક અથડાતાં ધ્રોલના યુવાનનું મોત, બાળક સહિત ત્રણને ગંભીર ઇજા 1 - image


- ધ્રોલ નજીક વાગુદડ રોડ પર અકસ્માત

- જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રસ્તા આડે કૂતરૂં ઉતરતાં કાર પલ્ટી જવાથી યુવાનનું મોત, ચાલક સહિત બે ઘાયલ

જામનગર : ધ્રોલ અને જામનગરમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ કાળનો કોળિયો બની છે.જ્યારે અન્ય પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે.ધ્રોલના વાગુદડ નજીક બે બાઈક સામસામા અથડાઈ પડતાં યુવાનનું મોત નિપજ્યું હતું.જયારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી.અન્ય અકસ્માતમાં જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રસ્તા આડે કૂતરૂં ઉતરતાં કાર પલ્ટી ખાઇ જતા યુવાનનું મોત થયું બતું. જ્યારે  ચાલક સહિત બે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. 

ધ્રોલ નજીક વાગુદડ રોડ પર બન્યો હતો. ધ્રોલમાં ચામુંડા પ્લોટ આંબેડકર સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ દેશાભાઇ વાઘેલાનો પુત્ર અનિકેત ગોવિંદભાઈ વાઘેલાપોતાના શેઠનું મોટરસાયકલ લઈને ધ્રોલથી વાગુદડ ગામે જઈ રહ્યો હતો.અને પોતાના બાઈકમાં પાછળ એક શ્રમિક યુવાનને બેસાડયો હતો. દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલાઅન્ય બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.બંને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક બાઈકના ચાલક અનિકેત ગોવિંદભાઈ વાઘેલા (ઉં.વ.૨૪)નું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે તેની પાછળ બેઠેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને બે શુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે અન્ય બાઈકના ચાલક અને તેની સાથે રહેલા એક બાળક જે બંનેને પણ ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર અપાઇ છે. ધ્રોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

 અકસ્માતનો બીજો બનાવ જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક બન્યો હતો. જેમાં કાર આડે એકાએક કૂતરું ઉતરતા મિથુન નામના કાર ચાલકે બ્રેક મારતા  કાર પલટી ખાઇ ગઇ હતી.અકસ્માતમાં કાર ચાલક મીથુન ઉપરાંત કારમાં બેઠેલા તેના મિત્રો વિષ્ણુ અને ઉન્ની દામોદરન વગેરેને ઇજા થઈ હતી. જેમાં ઉન્ની દામોદરનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.આબનાવ અંગે મૃતકના પિતા દામોદરનભાઈ એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બલેનો કારના ચાલક મિથુન સામે ફરિયાદ નોંધાવી છે.



Google NewsGoogle News