Get The App

બોટાદ કોર્ટમાં મુદ્દતે આવેલા યુવક ઉપર માથાભારે શખ્સે હુમલો કર્યો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
બોટાદ કોર્ટમાં મુદ્દતે આવેલા યુવક ઉપર માથાભારે શખ્સે હુમલો કર્યો 1 - image


- મારા માટે કુતરું મારવું કે માણસ મારવો બન્ને એક જ સમાન

ભાવનગર : બોટાદના સાળંગપુર રોડ પર રહેતા યુવાન અને અન્ય એક શખ્સ અલગ-અલગ કેસ માટે બોટાદ કોર્ટમાં સામ-સામે આવી જતા યુવાનને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી.

હત્યાના ગુનામાં કોર્ટ મુદ્દતે આવેલા શખ્સે યુવાનને મારી નાંખવા ધમકી આપી

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદના સાળંગપુર રોડ પર આવેલ સવગુણનગર ખાતે રહેતા વિમલભાઈ ઈશ્વરભાઈ વાજાની બહેન સાથે પ્રદીપ શંકરભાઈ ચૌહાણના કાકાના દિકરાએ પ્રેમલગ્ન કરેલ હોય અને વિમલભાઈએ પ્રદીપના કાકાના દિકરાને છરી મારતા ગુનો દાખલ થયો હતો. જે ગુનાના કામે ગઈ તા.૧૨-૭ના રોજ વિમલભાઈ ખસ રોડે આવેલ બોટાદ કોર્ટમાં બીજા માળે મુદ્દતમાં હાજર હતા. ત્યારે પ્રદિપ શંકરભાઈ ચૌહાણ (રહે, સાળંગપુર રોડ, બજરંગ ભડીયાની સામે, બોટાદ) નામનો શખ્સ હત્યાના ગુનામાં મુદ્દેતે આવ્યો હતો. ત્યારે વિમલભાઈ બીજા માળે કોર્ટની લોબીમાં ઉભા હતા. આસમયે આશરે સાડા અગિયારેક વાગ્યે પ્રદિપ ચૌહાણ નામના શખ્સે અચાનક આવી તું મારી સામે કેમ જુએ છે, મારા સામે નહીં જોવાનું તું મને ઓળખે છે અને હવે પછી મારી સામે જોઈશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગાળો દઈ મારા માટે કુતરું મારવું કે માણસ મારવો બન્ને એક જ સમાન છે તેમ બોલી કાઠલો પકડી ઢીંકાપાટું અને ધોલ મારી તું સામો મળ એટલે તને પતાવી દેવાનો છે, આમેય મારા સામે મર્ડરનો કેસ ચાલે છે અને વધુ એક ખૂન કરતા વાર નહીં લાગે તેવી ધમકી આપી હતી. 

આ બનાવ સંદર્ભે વિમલભાઈએ બોટાદ પોલીસ મથકમાં પ્રદિપ શંકરભાઈ ચૌહાણ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩) મુજબ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News