કુંભારવાડામાં વિક્ટરના પ્લોટમાં આગ ભભૂકી ઉઠી
- ફાયર બ્રિગેડ સ્ટાફે આગને કાબુમાં લીધી
- આગમાં પ્લોટમાં રાખવામાં આવેલ ભંગાર સંપૂર્ણપણે ખાક
ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ પર આવેલા વિક્ટરના ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણી છાંટી આગને કાબુમાં લીધી હતી. આગનું કારણ કે નુકસાની જાણી શકાય નથી
આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ લાસ્ટ રાશનબેન લોખંડવાલા ની માલિકીનો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ પર વિકટરના ડેલામાં આવેલ પ્લોટ માં આજે સવારના સમયે આગ ભભૂકી ઉઠી હતી આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર પાણી છાંટી આગને બુજાવી દીધી હતી આગમાં ભંગાર ખાક થઈ જવા પામ્યો હતો. આગ લાગ્યા નું કારણ કે નુકસાની જાણવા મળેલ નથી. રાશનબેન ની માલિકીનો પ્લોટ અમિતભાઈ રજાકભાઈએ ભાડે રાખેલ હતો.
સરદાર નગર પાસે સ્કૂટી સળગી ઊઠયું
ભાવનગર શહેરના સરદાર નગરમાં અચાનક સ્કુટીમાં આગ ભભૂકી ઊઠી હતી. સળગી ઊઠેલી સ્કુટી આગમાં સંપૂર્ણપણે ખાક થઈ જવા પામી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ન હતી અને સ્થાનિક લોકોએ આગ બુજાવી દીધી હતી.