જામનગરમાં જુગાર રમતા ૯ શખ્સો ૧.૨૫ લાખની રોકડ સાથે ઝડપાયા

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જુગાર રમતા ૯ શખ્સો ૧.૨૫ લાખની રોકડ સાથે ઝડપાયા 1 - image


- ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધમધમતું હતું જુગારધામ

- બે ટ્રાન્સપોર્ટર બંધુઓ મિત્રો, વેપારીઓને એકત્ર કરી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રમાડતા હતા જુગાર

જામનગર : જામનગરના સુભાષ બ્રિજ નીચે એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતા જુગાર ધામ એલસીબીએ ગઈ રાત્રે દરોડો પાડી જુગાર રમતા બે ટ્રાન્સપોર્ટર બંધુઓ અને વેપારીઓ સહિત નવ શખ્સોની ૧.૨૫ લાખની રોકડ સાથે અટકાયત કરાઇ છે.

જામનગરમાં સુભાષ બ્રિજ નીચે આવેલી ગઢવી ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં તેના સંચાલકો જગદીશ લાભુભાઈ લાંબાઝ અને રમેશ લાભુભાઈ લાંબા નામના બે ટ્રાન્સપોર્ટર બંધુઓ દ્વારા પોતાના અન્ય મિત્રો-વેપારીઓ વગેરેને એકત્ર કરીને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ ચલાવી રહ્યા છે. તેવી બાતમી ના આધારે ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.ે 

દરોડા દરમિયાન જુગાર રમતાં ટ્રાન્સપોર્ટર જગદીશ લાભુભાઈ લાંબા, રમેશ લાભુભાઈ લાંબા, ફારૃક હુસેનભાઇ પિંજારા, સંતોષ બિહારી લાલ પરીયાણી, સુભાષ લીલારામ ચાવલિયા, જાવેદ અહમદભાઈ પિંજારા, મનોજ રાજપાલભાઈ ખેતવાણી, જેઠાણંદ ઘનુમલ આલવાણી ,અને ફિરોજ હારુનભા.પિજારા ની અટકાયત કરી લઇ તેવો પાસેથી રૃપિયા ૧,૨૫,૩૫૦ ની રોકડ રકમ, આઠ નંગ મોબાઈલ ફોન, એક કાર, અને પાંચ મોટરસાયકલ સહિત કુલ૮,૬૫,૮૫૦ ની માલમતા કબજે કરી છે.


Google NewsGoogle News