mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હાડકું ભાંગે ત્યારે કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવા શું અનિવાર્ય છે?

Updated: Oct 17th, 2023

હાડકું ભાંગે ત્યારે કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવા શું  અનિવાર્ય છે? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયોડિન, લોહ, જસત, તાંબું, મેંગેનિઝ, ગંધક અને સેલેનિયમ જેવાં જરૂરી ખનિજો સમતોલ આહારમાંથી મળી રહે છે

દુનિયાભરમાં અત્યારે ક્રિકેટ અને ફૂટબોલ વિશ્વ કપની રમતોનો ક્રેઝ છે. રમતગમત ચાલતી હોય ત્યારે પડવા આખડવાના બનાવોની નવાઇ નથી રહેતી. ખાસ કરીને ફૂટબોલ સ્પર્ધા રમાતી હોય ત્યારે એકાદ બે ખેલાડીના હાથ કે પગના હાડકાં ભાંગતાં હોય છે. રમતગમત સિવાય પણ સામાન્ય માણસ ક્યારેક અકસ્માતનો શિકાર બને ત્યારે ફ્રેક્ચર થાય. હાડકું ભાંગે ત્યારે ડોક્ટર કે વૈદ્ય અત્યાર સુધી એવી સલાહ આપતા કે કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવાનું ચાલુ કરી દો. આપણે તરત એ સલાહનો અમલ કરવા લાગી જતા. 

પરંતુ એક સંશોધન મુજબ હાડકાંને કેલ્શિયમ સાથે કશી લેવાદેવા નથી. ઊલટું કેલ્શિયમ વધુ લેવાથી બીજી બીમારીઓ ઘર કરી જાય છે. વધુ પડતી સ્થૂળતા. કેટલાક પ્રકારનાં કેન્સર, કિડનીની સમસ્યા અને પથરી, હાઇપરટેન્શન વગેરે બીમારી શરીરમાં કેલ્શિયમ વધી જવાથી થાય છે.

ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેેક્ટિસ કરતા ડોક્ટર રોબર્ટ થોમ્પસન અને કેથલીન બાર્નેસે નામનાં અમેરિકન ડોક્ટરોએ પોતાના અનુભવોના આધારે ૨૦૦૮માં એક હકીકતસભર પુસ્તક લખ્યું હતું,  'વ્હોટ યોર ડોક્ટર ડઝન્ટ નો ધેટ કૂડ કીલ યુ - ધ ગ્રેટ કેલ્શિયમ લાય'(કેલ્શિયમ નામે મહાન જુઠ્ઠાણું). એ પુસ્તક વિશે 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' સહિતનાં અખબારોએ સરસ લેખ પ્રગટ કર્યા હતો. એ લેખનો સાર એટલો જ કે હાડકાંની મજબૂતાઇને કે એની ઘનતાને કેલ્શિયમ સાથે કશી લેવાદેવા નથી.

આ બંને વિદ્વાનો કહે છે કે અમારા ડોક્ટર તરીકેના વ્યવસાયમાં થયેલા અનુભવોનો નિચોડ આ પુસ્તકમાં અમે રજૂ કર્યો છે. હાડકાં કેટલાંક મિનરલ્સ એટલે કે ખનિજોનાં બનેલાં છે. એ ખનિજોને બદલે આપણે કેલ્શિયમ લેવા માંડીએ ત્યારે હાડકાંને લાભ થવાને બદલે નુકસાન વધુ થાય છે. કેલ્શિયમ લેવાથી હાડકાંની ઘનતા (ડેન્સિટી) વધે છે, પરંતુ હાડકાં મજબૂત થતાં નથી. 

શરીરને કેલ્શિયમની જરૂર હોય એના કરતાં કેલ્શિયમ શરીરમાં વધી જાય ત્યારે જાતજાતની બીમારી પેદા કરે છે. એ વાત સાચી કે હાડકાંમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવાં તત્ત્વો હોય છે, પરંતુ  માત્ર કેલ્શિયમ સપ્લીમેન્ટથી એ વધુ મજબૂત થાય છે એ ગેરસમજ દાયકાઓથી પ્રવર્તી રહી છે. ડોક્ટર રોબર્ટ થોમ્પસન અને કેથલીન બાનેર્સે તબીબી વ્યવસાયમાં પ્રવર્તી રહેલી ગેરસમજ દૂર કરતું આ પુસ્તક   લખ્યું હતું. 

કેટલાક કિસ્સામાં ફેમિલી ડોક્ટર પોતાના પેશન્ટસને બેશક સારી ભાવનાથી કહેતા હોય છે કે ઉંમર વધે તેમ તેમ તમારે નિયમિત કેલ્શિયમનો ડોઝ લેતાં રહેવું જોઇએ. લેખકો એ સામે લાલબત્તી ચીંધે છે. આ બંનેના કહેવા મુજબ આજે એકલા અમેરિકામાં કેલ્શિયમ ઓવરડોઝથી અસંખ્ય લોકોને ઓસ્ટિયોપોરાઇસિસનો ભોગ બનેલા છે. એમને માત્ર ગુલાબી ઝાંયવાળા સિંધાલૂણ (હિમાલયન સોલ્ટ)નો આહારમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. 

વાસ્તવમાં કેટલાંક ખનિજો આરોગ્ય માટે જરૂરી છે. એવાં ખનિજોમાં પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયોડિન, લોહ, જસત, તાંબું, મેંગેનિઝ, ગંધક (સલ્ફર) અને સેલેનિયમ. રસપ્રદ વાત એ છે કે ગનપાઉડર તરીકે રાયફલ કે પિસ્તોલમાં પણ ગંધક વપરાય છે. આપણે દીવાસળી સળગાવીએ એમાં પણ ગંધક હોય છે. 

આ બધી ખનિજો આપણા રોજબરોજના આહારમાંથી આપણને મળી રહે છે. સમતોલ અને સાત્ત્વિક આહાર આ ખનિજોની જરૂરિયાત પૂરી પાડે છે. આમ છતાં ઉંમર વધતાં હાડકાં થોડાં નબળાં પડી જાય છે. એમાં રહેલાં ખનિજ તત્ત્વ ઘટી જતાં સંઘિવા કે ઓસ્ટિયોપોરોસિસ જેવી તકલીફો થાય છે. એવા સમયે ફેમિલી ડોક્ટર કેવલ્શિયમ સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે. હાડકાં મજબૂત રાખવા કેલ્શિયમ અનિવાર્ય નથી જ એવું આ ડોક્ટરોએ કહ્યું છે. 

Gujarat