Get The App

તાપી જિલ્લાના બોરખડી ગામની મહિલાઓએ નાળિયેરના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ બનાવી

Updated: Sep 1st, 2021


Google NewsGoogle News
તાપી જિલ્લાના બોરખડી ગામની મહિલાઓએ નાળિયેરના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ બનાવી 1 - image

તાપી,તા.1 સપ્ટેમ્બર 2021,બુધવાર

સરકારે આ વર્ષે ગણપતિ ઉત્સવને મંજૂરી આપી છે ત્યારે લોકો ગણપતિ મહોત્સવની ઉજવણી માટે તૈયારીઓ કરી દીધી છે. તેમાં પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની ડિમાન્ડ વધુ જોવા મળી છે. તાપી જિલ્લાના બોરખડી ગામ (નાની કુંડળ)ની સખી મંડળની મહિલાઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ ગણપતિ ખાસ કરીને નારિયેળીના રેસામાંથી બનાવવામાં આવ્યા છે.

તાપી જિલ્લાના બોરખડી ગામની મહિલાઓએ નાળિયેરના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ બનાવી 2 - image

મંજૂરી બાદ લોકોએ ગણપતિ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો હવે પોતાની પસંદગીની ગણપતિજીની મૂર્તિઓ બુક કરાવવા લાગ્યા છે. ત્યારે આ વખતે તાપી જિલ્લામાં બોરખડી (નાની કુંડળ)ગામની સ્નેહા સખી મંડળની મહિલાઓ દ્વારા નારિયેળીના રેસામાંથી ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવી છે. એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિ ઓ આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. સખી મંડળની મહિલાઓએ આ માટેની તાલીમ લઈને આ મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે.

તાપી જિલ્લાના બોરખડી ગામની મહિલાઓએ નાળિયેરના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ બનાવી 3 - image

આ અંગે સ્નેહા સખી મંડળના પ્રમુખ જયશ્રીબેન ચૌધરી કહે છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિજી બનાવવા માટે મહિલાઓને કેવિકે માંથી તાલીમ આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી અમે આ રીતની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે. એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિ ઓ આ મહિલાઓ પોતાના ઘરમાં જ બનાવે છે. ઘરના કામ અને ખેતી કામ સાથે આ મહિલાઓ નારિયેળના રેસામાંથી વિવિધ વસ્તુઓ અને મૂર્તિઓ બનાવે છે. આ કામ થકી તેઓ પરિવાર અને કુટુંબને મદદ કરે છે.

તાપી જિલ્લાના બોરખડી ગામની મહિલાઓએ નાળિયેરના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓ બનાવી 4 - image

આ મૂર્તિઓ 501 થી લઈને 5500 સુધીમાં વેચાતી હોય છે. તેના કારણે મહિલાઓને પગભર થવા માટે એક અલગ રસ્તો મળી ગયો છે. જ્યારે પણ ઘર કામમાંથી અને ખેતીકામમાંથી મહિલાઓ સમય મળે છે ત્યારે આ મહિલાઓ આ પ્રકારના કામ કરતી હોય છે. ગણપતિની સાથે સાથે આ મહિલાઓ અલગ અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવતી હોય છે. હાલ ગણપતિ મહોત્સવને લઇ ને આ મહિલાઓએ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે. મૂર્તિની કિંમત મૂર્તિમાં કરવામાં આવેલા ડેકોરેશન અને સાઈઝના આધારે નક્કી થતી હોય છે.


Google NewsGoogle News