તાપી: સોનગઢના પોખરણ ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો; 9ના ઘટના સ્થળે મોત, 24 ઘાયલ
તાપી, તા. 2 ફેબ્રુઆરી 2020, સોમવાર
તાપી જિલ્લામાં સોમવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતી. એસટી બસ, ટ્રક અને જીપ વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 24થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે સ્થાનિલ લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સોનગઢ તાલુકાના પોખર ગામ નજીક હાઈવે નંબર 56 ઉપર આજે બપોરે ચાર વાગ્યેની આસપાસ એસટી બસ, ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માતમાં 9 જેટલા વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યાં છે જ્યારે 24 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્મતાની ગંભીરતા તમે એ વાતથી સમજી શકો કે, ટેન્કર સાથે અથડાતાં જ એસટી બસની ડ્રાઈવર સાઈડનો અડધા ઉપરનો ભાગ ટેન્કરની અંદર ધૂસી ગયો હતો. આ એસટી બસ કુશલગઢથી ઉકાઈ તરફ જતી હતી. જ્યારે પૂરપાટ ઝડપે જતી જીપનો પણ ખુરદો બોલી ગયો હતો. અને જીપમાં સવાર લોકોનાં પણ મોત નિપજયા હતા.
તાપી: સોનગઢના પોખરણ ગામે ટ્રિપલ અકસ્માત; 7ના ઘટના સ્થળે મોત, 10 ઘાયલhttps://t.co/lB3XluKnhM#Tapi #Songadh #GSRTC #Accident pic.twitter.com/yXC0OsCmAR
— Gujarat Samachar (@gujratsamachar) March 2, 2020