તાપી: સોનગઢનો ડોસવાળા ડેમ ઓવરફલૉ થતા આજુબાજુના 10 ગામોને એલર્ટ કરાયા
તાપી,તા. 02 ઓગષ્ટ 2021,સોમવાર
તાપી જિલ્લાના સોનગઢ નો ડોસવાડા ડેમ આજે ઓવરફ્લો થયો હતો. ડેમની 123.44 મીટર મીટરની સપાટી ક્રોસ થઈ ગઈ હતી.તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટથી ઉપર વહી રહ્યું છે પાણી. ડોસવાળા ઓવરફલૉ થતા આજુબાજુના 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં ગાયકવાડી શાસન સમયનો 109 વર્ષ જૂનો ડોસવાડા ડેમ આજે પણ અડીખમ છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ ડેમ ઓવરફલૉ થતો હોય છે. મીંઢોળા નદી પર આવેલ ડોસવાડા ડેમ ઓવરફલૉ થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ડેમ પરથી અઢી સેન્ટિમીટર ઉપરથી પાણી વહી રહ્યું છે. 58 ક્યુસેક પાણીનો જથ્થો ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો છે. આજુબાજુના 10 ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.