Get The App

સેબી કૃત એસેટ ક્લાસ .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
સેબી કૃત એસેટ ક્લાસ                                           . 1 - image


સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એસેટ ક્લાસની દરખાસ્ત કરી છે. આ સંદર્ભે એક કન્સલ્ટેશન પેપર તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે અને સૂચિત યોજના પર જાહેર ટિપ્પણીઓ કે સલાહ સૂચનો આગામી ૬ ઓગસ્ટ સુધી સ્વીકારવામાં આવશે. રોકાણકારોને તેમના અભિપ્રાય વ્યક્ત કરવા આહ્વાન આપવામાં આવ્યું છે. આ નવો એસેટ ક્લાસ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)ને ફંડ પેકેજિંગમાં ઉચ્ચ જોખમ, ઉચ્ચ વળતરની વ્યૂહરચનાનો સમાવેશ કરવાની મંજુરી આપશે. આ તે રોકાણકારો માટે હશે જેમની પાસે જોખમની સાહસિકતા સાથે નાણાકીય ક્ષમતા છે. આ યોજનાનો લાભ નાના રોકાણકારો નહીં લઈ શકે.

દરખાસ્તમાં આ ઉત્પાદનોને પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્લાન્સ (PMS) અને 'વેનીલા' મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચે ક્યાંક મૂકવાની માંગ કરવામાં આવી છે. આ માટે લઘુત્તમ રોકાણ મૂલ્ય રૂ. ૧૦ લાખ છે જે PMS માટે નિર્ધારિત રૂ. ૫૦ લાખની મર્યાદા કરતાં ઓછું છે. આ યોજનાઓ શરૂ કરનાર AMCએ એવા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરની નિમણૂક કરવી પડશે કે જેની પાસે ઓછામાં ઓછી રૂ. ૫,૦૦૦ કરોડની સંપત્તિના સંચાલનમાં ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોય, કારણ કે સરવાળે એકત્રિત થતી લાખો કે હજારો કરોડની રકમ સેબી કોઈ અણઘડ હાથમાં જવા દેવા ચાહે નહીં. આ ઉપરાંત, એવા ફંડ મેનેજરો હશે જેમની પાસે ઓછામાં ઓછી રૂ. ૩,૦૦૦ કરોડની સંપત્તિના સંચાલનનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોય. તેઓ આ એસેટ ક્લાસનું સુકાન સંભાળશે.

AMC પોતે ઓછામાં ઓછા ત્રણ વર્ષથી કાર્યરત હોવું જોઈએ અને તેની પાસે ઓછામાં ઓછી રૂ. ૧૦,૦૦૦ કરોડની પોતાની અથવા વ્યવસ્થાપન હેઠળની સંપત્તિ હોવી જોઈએ. જ્યારે આ સૂચિત મ્યુચ્યુઅલ ફંડ્સ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs), સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન્સ ઓફર કરશે, ત્યારે આ નવા એસેટ ક્લાસમાં ફંડ મેનેજર્સ પાસે હેજિંગ સિવાયના હેતુઓ માટે આવી વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાની મુક્તિ હશે. નવા એસેટ ક્લાસ ફંડને અલગ રીતે બ્રાન્ડેડ કરવું પડશે જેથી રોકાણકારો તેને અન્ય ઓછા જોખમી મ્યુચ્યુઅલ ફંડ્સથી અલગ કરી શકે. આ ફંડ્સમાં યુનિટ રીડેમ્પશનની આવર્તનને સમાયોજિત કરવામાં વધુ સુગમતા હશે જેથી મેનેજરોને અચાનક રોકડની તંગીનો સામનો ન કરવો પડે.

પત્રમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે એકમોને શેરબજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ETF  જેવા લિસ્ટેડ કરવાના રહેશે જેથી સરળતાથી પ્રવેશ અને બહાર નીકળવું શક્ય બની શકે. આ પત્રમાં આ નવી કેટેગરીના ફંડ્સ દ્વારા 'લોંગ-શોર્ટ' પોર્ટફોલિયો બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી કરીને શેરના ભાવ વધવા કે ઘટવાનો લાભ લઈ શકાય. વધુમાં, એક 'વિપરીત ETF ' મોડલ પણ બનાવી શકાય છે જેથી ફંડના પોર્ટફોલિયોને સ્ટાન્ડર્ડ ETF ની વિરુદ્ધ દિશામાં ખસેડી શકાય. આવી કંઈક જટિલ લાગે એવી વ્યૂહરચના સાથે, ફંડ્સ ડેરિવેટિવ્ઝની મદદથી ભાવની વધઘટનો લાભ લઈ શકાશે. આવી વ્યૂહરચના હેજ ફંડો દ્વારા અપનાવવામાં આવે છે, જે બજારની દિશાને ધ્યાનમાં લીધા વિના ઉચ્ચ વળતર પ્રાપ્ત કરવામાં સક્ષમ હોય છે, પરંતુ આમાં ઘણું જોખમ પણ હોય છે અને તેને કાળજીપૂર્વક સંચાલિત કરવાની જરૂર છે, કારણ કે તે મોટા નુકસાન તરફ દોરી જઈ શકે છે.

દરખાસ્તનો એક ઉદ્દેશ્ય સંસાધનો અને જોખમની ભૂખ ધરાવતા રોકાણકારોને બિન-રજિસ્ટર્ડ, અનધિકૃત એન્ટિટીનો આશરો લીધા વિના ઉચ્ચ જોખમની વ્યૂહરચનાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો છે. આવા ઔપચારિક એસેટ ક્લાસની ગેરહાજરીમાં, ઉચ્ચ નેટ-વર્થ રોકાણકારો ઘણીવાર બેનામી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ તરફ વળ્યા હતા. તેઓએ આવા ઊંચા વળતર વિશે વાત કરી જે વાસ્તવિકતાથી દૂર હતી. સેબીએ અહીં અસત્ સામે સતની લડાઈ આરંભી છે. નિયમનકારી વાતાવરણમાં, સેબીને આશા છે કે અન્ય અનધિકૃત યોજનાઓને બજારમાંથી હાંકી કાઢવામાં આવશે અને તેના સ્થાને નિયમનકારી ભંડોળ લેવામાં આવશે.

આ નવા એસેટ ક્લાસને ઔપચારિક બનાવવું એ આ પ્રોફાઇલના રોકાણકારોને જેની જરૂર છે તેની ઓળખ છે એટલે કે તેમને જે જોઈએ તે હવે સત્તાવાર સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ નવી વ્યવસ્થા તેમને અનરજિસ્ટર્ડ વેપારીઓથી એક પ્રકારનું રક્ષણ પણ પૂરું પાડે છે. 


Google NewsGoogle News