Get The App

ભારતનો કાલ્પનિક રોડમેપ .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભારતનો કાલ્પનિક રોડમેપ                          . 1 - image


આજકાલ દુનિયાભરમાં ભારત વિશે દૂરના ભવિષ્યની આગાહી કરવાની ફેશન ચાલુ થઈ છે. જોકે ફેશનને આપણી સરકારે પ્રોત્સાહન આપીને આગળ વધારી છે. બહુ દૂરના ભવિષ્ય સાથેનું અનુસંધાન અને એ દૂરનાં સપનાઓ મનુષ્યને વર્તમાનના વિષાદલોકમાંથી બહાર લાવવામાં ઉપયોગી પુરવાર થાય છે - એ થિયરીને આધારે આ આખું નાટક ચાલે છે. ભારતે વિશ્વગુરૂ બનવું કે ભારતે મહાસત્તા બનવું કે સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થા તરીકે પ્રગટ થવું - આ બધી જ દંતકથાઓ છે, પરંતુ છતાં એ ગાથાઓ ચોક્કસ યોજનાપૂર્વક હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર વહેતી થયેલી છે. આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડ મેન સૅક્સની આગાહી જુદા જ પ્રકારનો પડઘો પાડે છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સની આગાહી મુજબ, ભારત ૨૦૭૫ સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

એ અહેવાલમાં જણાવાયું છે કે જો શ્રમદળના ભાગીદારી દરમાં વધારો નહીં થાય તો ભારતના આર્થિક વિકાસ માટે મુખ્ય નુકસાનનું જોખમ રહેશે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય એજન્સીઓ પહેલેથી જ આગાહી કરી ચૂકી છે કે વિશ્વમાં આર્થિક મંદીનો સમયગાળો આવવાનો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને તાજેતરમાં આગાહી કરી હતી કે આગામી ચાર વર્ષમાં વિશ્વના અર્થતંત્રમાં ચાર ટ્રિલિયન ડોલરનો ઘટાડો થઈ શકે છે અને વિશ્વની અર્થવ્યવસ્થા માત્ર રોલિંગથી જ વધશે અને નભશે. વિશ્વ વેપાર સંગઠને આગામી દિવસોમાં વેપારની ગતિમાં ઘટાડો થવાની અને આગામી વર્ષમાં તેની ગતિ વધુ ધીમી થવાની આગાહી પણ કરી હતી. ગોલ્ડમેન સૅક્સની આગાહીને આગળ ધપાવનારાં પરિબળોમાં અનુકૂળ વસ્તી વિષયક નીતિ, નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ મૂડી રોકાણ અને વધતી જતી શ્રમ ઉત્પાદકતા છે.

ભારતના અર્થશાસ્ત્રી શાંતનુ સેનગુપ્તાના મતે, નવીનતા, વધતી જતી શ્રમ ઉત્પાદકતા અને મૂડી રોકાણ પણ આગળ જતાં વિકાસ માટે મહત્વપૂર્ણ ચાલક બનશે. અહેવાલ નવીનતા અને શ્રમ ઉત્પાદકતા વધારવાના મહત્ત્વને પ્રકાશિત કરે છે, જે શ્રમ અને મૂડીના એકમ દીઠ ઊંચા ઉત્પાદનમાં ફાળો આપશે. મૂડી રોકાણ એ બીજું મહત્ત્વનું ચાલક છે, કારણ કે નિર્ભરતા ગુણોત્તરમાં ઘટાડો, આવકમાં વધારો અને વધુ વિકસિત નાણાકીય ક્ષેત્ર સાથે ભારતના બચત દરમાં વધારો થવાની ધારણા છે. સેનગુપ્તા માને છે કે ભારતમાં ખાનગી કોર્પોરેટ અને બેંકોની તંદુરસ્ત બેલેન્સશીટ જોતાં, ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચ ચક્ર માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે દક્ષિણ એશિયાની અન્ય અર્થવ્યવસ્થાઓ કરતાં ભારતે ઘણું સારું કામ કર્યું છે. દક્ષિણ એશિયામાં વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટિમરે પણ કહ્યું છે કે ભારત, ખાસ કરીને કેન્દ્રીય બેંક પાસે પુષ્કળ અનામત છે, જે ખૂબ મદદરૂપ સાબિત થશે. દરેક વ્યક્તિને સારી ય્જી્ કલેક્શન પ્રક્રિયા અને સરળ અને પારદર્શક કરવેરાનો લાભ મળી રહ્યો છે. એક તરફ કલેક્શન વધી રહ્યું છે તો બીજી તરફ ધંધાર્થીઓને પણ રાહત મળી રહી છે. પ્રત્યક્ષ કરની વસૂલાત પર સુધારાની સકારાત્મક અસર દેખાઈ રહી છે. ગયા મહિને, સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સે માહિતી આપી હતી કે છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં ૨૩ ટકાનો વધારો થયો છે. વર્ષ આર્થિક પ્રવૃતિઓ અને ઉચ્ચ આવકમાં વધારો કર્યા વિના આટલો વિશાળ સંગ્રહ શક્ય નથી.

ભારતની નિકાસ વધી છે અને આ વર્ષે તે ૫૦૦ બિલિયન ડોલરને સ્પર્શે તેવી અપેક્ષા છે. અર્થતંત્રમાં પ્રોત્સાહક વૃદ્ધિ અને નિકાસમાં વૃદ્ધિએ વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન ભારત તરફ આકર્ષિત કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને તેના સહયોગી દેશોના દબાણ છતાં મોદી સરકારે તેલ અને ઊર્જા ક્ષેત્રમાં ભારતીય હિતોનું રક્ષણ કર્યું છે. અર્થવ્યવસ્થાના તમામ ઘટકો વધુ સારા છે, તેથી તમામ પડકારો હોવા છતાં, ભારતીયો મોખરે રહેશે. મોટી અને પ્રમાણમાં યુવા વસ્તી સહિત સાનુકૂળ જનસંખ્યા પણ ભારતના સંભવિત વિકાસમાં ફાળો આપશે. સેનગુપ્તાનું માનવું છે કે આગામી ૨૦ વર્ષમાં ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઓછો નિર્ભરતા ગુણોત્તર ધરાવશે. સેનગુપ્તાએ ભારતના આર્થિક વિકાસ માટેના કેટલાક મુખ્ય જોખમોની પણ ચર્ચા કરી હતી. જો શ્રમ દળની સહભાગિતા દર વધવામાં નિષ્ફળ જાય, ખાસ કરીને સ્ત્રીઓમાં, તો તે એક મોટું જોખમ છે. 


Google NewsGoogle News