Get The App

રિઝર્વ બેન્કની ચતુરાઈ .

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
રિઝર્વ બેન્કની ચતુરાઈ                                      . 1 - image


કારમા કોરોનાકાળ પછી દેશ આર્થિક પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો અને હજુ પણ એ પ્રક્રિયા ચાલુ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪માં જીડીપી ૭.૫ ટકાથી વધુ વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. અગાઉ તે છથી ૬.૫ ટકા વચ્ચે રહેવાનો અંદાજ હતો. અગાઉ, નાણાંકીય વર્ષ ૨૦૨૩માં સાત ટકા વૃદ્ધિ હાંસલ કરવામાં આવી હતી અને નાણાંકીય વર્ષ ૨૨માં ૯.૭ ટકા વૃદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. વૃદ્ધિમાં કેટલીક અસમાનતા છે. ખાસ કરીને કૃષિક્ષેત્ર હજુ પણ સંઘર્ષ કરે છે, પરંતુ સુધારાઓ હકારાત્મક રીતે આશ્ચર્યજનક રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ સુધારામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ તેની ખાસ પ્રશંસા થઈ નથી. 

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસની મહેનત દાદ આપવા યોગ્ય છે. પ્રથમ, ભારત ફુગાવામાં તીવ્ર વધારો કર્યા વિના રોગચાળા પછીની પુનઃપ્રાપ્તિ હાંસલ કરવામાં સફળ રહ્યુ છે. ૨૦૧૨-૧૩માં, ઓઈલની કિંમતો તાજેતરનાં વર્ષો કરતાં ઘણી ઝડપથી વધી અને ભારતે તેની મોટાભાગની જરૂરિયાતો સબસિડીવાળા રશિયન ક્રૂડની મદદથી પૂરી કરી. જોકે, સફળતાનો મોટો ભાગ નાણાંકીય નીતિમાં રહેલો છે, જે રોગચાળા દરમિયાન હળવી કરવામાં આવી હતી, પરંતુ તેને સંપૂર્ણપણે નિયંત્રણમાંથી બહાર આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વૈશ્વિક નાણાંકીય કટોકટી પછી દુનિયાના મહત્ અર્થતંત્ર સંપૂર્ણપણે નિયંત્રણ બહાર ગયા. તે પછી, રિયલ રેપો રેટ એટલે કે રિઝર્વ બેંકના રેપો રેટ, જે ફુગાવાને બાદ કર્યા પછી મેળવે છે, તેને ૨૦૦૯માં નકારાત્મક ૫ાંચ ટકાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૧૦માં તે નકારાત્મક ૬.૨ ટકા થઈ ગઈ હતી. તે પછીના વર્ષ સુધી તે નકારાત્મક જ રહ્યા.

લાંબા સમય સુધી ઉચ્ચ રાજકોષીય ખાધના સ્તરને જાળવી રાખવા ઉપરાંત, તે સુનિશ્ચિત કરે છે કે ફુગાવો ૨૦૦૯થી ૨૦૧૩નાં પાંચ વર્ષના સમયગાળા માટે એલિવેટેડ રહે. તેનાથી વિપરિત, નાણાંકીય નીતિ ઢીલી કરીને રોગચાળાને કારણે નબળી પડેલી આર્થિક સ્થિતિનો સામનો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ૨૦૨૦થી ૨૦૨૨ સુધી વાસ્તવિક રેપો રેટ ફરીથી નકારાત્મક રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ફુગાવો વધ્યો અને રેપો રેટ પોઝિટિવ એડજસ્ટમેન્ટ સાથે ૬.૫ ટકા થયો અને વાસ્તવિક રેપો રેટ પોઝિટિવ બન્યો. પરિણામે, ભારતનો ફુગાવાનો દર મર્યાદિત રહ્યો છે અને હવે ઘટી રહ્યો છે. બીજું, હાલના રિઝર્વ બેન્કના સંચાલકો એ પણ ભૂલ્યા નથી કે તેમનું કામ વૃદ્ધિ અને ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ૨૦૧૫માં જ્યારે ફુગાવાના લક્ષ્યાંકની શરૂઆત થઈ, ત્યારે રિઝર્વ બેંકે લાંબા સમય સુધી, એટલે કે ૨૦૧૫થી ૨૦૧૯ સુધી વાસ્તવિક રેપો રેટ હકારાત્મક બે ટકાથી ઉપર રાખ્યો. 

નાણાંકીય નીતિ સમિતિને માર્ગદર્શન આપતી રિઝર્વ બેંકની ફુગાવાની અપેક્ષાઓ વાસ્તવિક ફુગાવા કરતાં સતત ઊંચી રહી છે. પરિણામે, રિઝર્વ બેંકે રેપો રેટ ખૂબ જ ઊંચો રાખ્યો અને ૨૦૧૭થી ૨૦૧૯ સુધી સરેરાશ ૨.૫ ટકાથી વધુ રહ્યો, જ્યારે વાસ્તવિક ફુગાવો આ સમયગાળા દરમિયાન ઘટયો. પરિણામે, જીડીપી વૃદ્ધિ ૨૦૧૬માં ૮.૨ ટકાથી ઘટીને ૨૦૧૯માં ૩.૯ ટકા થઈ ગઈ. સામાન્ય સમયમાં, વાસ્તવિક રેપો રેટને એક ટકાની આસપાસ રાખવો એ વૃદ્ધિ અને ફુગાવા વચ્ચે યોગ્ય સંતુલન છે અને રિઝર્વ બેંક તેને ચૂકી ગઈ છે. યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ અને અન્ય કેન્દ્રીય બેંકોએ જથ્થાત્મક સરળતા અપનાવી, ત્યારે ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં નાણાં પ્રવાહમાં વધારો થયો જેનાથી મેક્રોઇકોનોમિક મેનેજમેન્ટન જટિલ બની ગયું. રિઝર્વ બૅન્કે વિદેશી હુંડિયામણના ભંડારને એવી અપેક્ષા સાથે બનાવવું જોઈએ કે એક દિવસ આ ઇનવર્ડ રકમ આઉટગોઇંગ રકમ બની જશે. ભારતે તેના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કર્યો, પરંતુ આ વધારો બહુ વધારે ન હતો. તે ૨૦૦૯માં ૨૬૪ બિલિયન ડોલરથી વધીને ૨૦૧૧માં માત્ર ૩૦૫ બિલિયન ડોલર થઈ ગયું. તે પછી વધારો થંભી ગયો હતો.૨૦૧૪ સુધીમાં, વિદેશી વિનિમય અનામત ફરી ઘટીને ૨૯૨ બિલિયન ડોલર થઈ ગઈ હતી. ભવિષ્યમાં, જ્યારે મેક્રો-ઇકોનોમિક સ્થિતિ સામાન્ય બનશે, ત્યારે રિઝર્વ બેન્ક અન્ય સંસ્થાકીય સુધારાના મુદ્દાઓ પર ધ્યાન આપી શકે છે. ઉદાહરણ તરીકે, સરકારના દેવાના સંચાલનમાં તેની ભૂમિકા અથવા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તરનો ઉપયોગ. આ બંને બોન્ડ માર્કેટના વિકાસને અવરોધે છે. પરંતુ અત્યાર સુધી રિઝર્વ બેંકે નાણાકીય નીતિ, વિદેશી વિનિમય અને વિનિમય દર નીતિનું પ્રશંસનીય રીતે સંચાલન કર્યું છે જેણે ભારતને કટોકટી અને વૈશ્વિક આંચકાઓને દૂર કરવામાં મદદ કરી છે. પેટીએમ અંગેની તેની તાજેતરની કડક કાર્યવાહીએ નિયમનકાર તરીકે પણ સારો મેસેજ આપ્યો છે. આ બધા યશના મુખ્ય ભાગીદાર ગવર્નર શક્તિકાન્ત દાસ છે.


Google NewsGoogle News