પશ્ચિમનો સૂર્ય આથમશે .
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે અને દુનિયા મોટા પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. બીજા વિશ્વયુદ્ધથી સૌથી શક્તિશાળી દેશો પણ રાષ્ટ્રીય સાર્વભૌમત્વને મર્યાદિત કરવા તૈયાર રહ્યા છે. તેઓ વૈશ્વિક નિયમો અને સહકારી પગલાંનું પાલન કરવા સંમત થયા. આવા નિયમો વિવિધ બાબતો પર બનાવવામાં આવ્યા હતા, જેમાં માત્ર વેપાર અને ટેરિફ જ નહીં પરંતુ પરમાણુ શસ્ત્રો, દરિયાઈ કાયદો અને રાષ્ટ્રીય સરહદોની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. આ પરિવર્તન બે કારણોસર થયું છે. પ્રથમ, ચીનનો ઉદય અને વૈશ્વિક શક્તિમાં પરિવર્તન. ચીન પાસે યથાસ્થિતિ શક્તિ નથી, તેથી તે વિક્ષેપ પેદા કરવા અને અમેરિકાને પડકારવા ચાહે છે. બીજું, રશિયામાં વ્લાદિમીર પુતિન, ચીનમાં શી જિનપિંગ અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતાઓ હવે એ દેશોનું સુકાન સંભાળે છે. છતાં ચીન એકલવીરની જેમ એટલું આગળ વધી ગયું છે કે હવે પશ્ચિમી દેશોનો સૂરજ આથમશે.
આ બંને ઘટનાઓએ ફરી એકવાર વિજય માટે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરી. ઇરાકમાં અમેરિકાના યુદ્ધે આગળ શું થવાનું છે તેનો સંકેત આપ્યો. ત્રણ વર્ષ પહેલાં, પુતિને યુક્રેન પર આક્રમણ કર્યું હતું. જિનપિંગ તાઇવાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવું લાગે છે. ટ્રમ્પ પનામા કેનાલ અને ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે બળનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે. આ સાથે અન્ય ફેરફારો પણ થયા છે. બહુપક્ષીયતા કરતાં એકપક્ષીય કાર્યવાહીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા અને ઉપયોગીતા ઘટી ગઈ છે. આબોહવા પરિવર્તનનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં પણ વિશ્વ પાછળ રહી ગયું છે. ભૂરાજનીતિનો અર્થ હંમેશા સત્તા રહ્યો છે, પરંતુ હવે પર્યાવરણ સમસ્યા નિયમોની બહાર જઈ રહી છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં પણ વિવાદના ભરતી-ઓટ ચાલ્યા કરે છે, ગાઝામાં નરસંહાર થઈ રહ્યો છે, તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક નવો વિશાળ બંધ બનાવવામાં આવી રહ્યો છે અને આથક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે જે એવા દેશોને અસર કરે છે જેમનો ઉક્ત બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. આ બધું માનસિકતામાં પરિવર્તનને કારણે છે. પરસ્પર નિર્ભરતા અને વેપાર નેટવર્ક જે પહેલા ફાયદાકારક માનવામાં આવતા હતા તે હવે નુકસાનકારક માનવામાં આવી રહ્યા છે. તેથી, અડધી સદીથી ચાલી રહેલા વેપાર ઉદારીકરણથી હવે થોડું અંતર દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, 'મારો દેશ પહેલાં'ની વિભાવના વૈશ્વિકરણનું સ્થાન લઈ રહી છે. પરસ્પર નિર્ભર અર્થતંત્રોને બદલે આત્મનિર્ભરતાની વાત થઈ રહી છે. કાર્યક્ષમ બજારને બદલે, રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
આ પદ્ધતિ સો વર્ષ પહેલાં અપનાવવામાં આવી હતી, પરંતુ તે અસરકારક નહોતી. ઇતિહાસના પાઠ કદાચ હવે મહત્વપૂર્ણ રહ્યા નથી. સૌથી મોટો ફેરફાર એ છે કે જે અમેરિકા ભૂતકાળમાં સૌથી વધુ નિયમો બનાવતો હતો, તે હવે સૌથી અવિશ્વસનીય દેશ બની ગયો છે. શું ખુદ અમેરિકા જ વિશ્વ શાંતિ માટે ખતરો બની ગયું છે? કોઈને ખબર નથી કે તે આગળ શું કરશે. આ બાબતો વિશ્વને વધુ અશાંત બનાવે છે, જેમાં પહેલાં કરતાં વધુ અનિશ્ચિતતાઓ અને જોખમો છે. નિયમો અને કરારો પહેલાથી અસ્તિત્વમાં રહેલી સત્તા વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે અને બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલા સહકારી એજન્ડા પશ્ચિમી વ્યવસ્થાના વર્ચસ્વને કારણે શક્ય બન્યા હતા. યુદ્ધ પછી ઉભરી આવેલા વિશ્વના સૌથી શક્તિશાળી દેશ દ્વારા તેમને આગળ મૂકવામાં આવ્યા હતા.
તો આપણે મૂળભૂત બાબતો પર પાછા જવું જોઈએ. ચીનના ઉદયથી પશ્ચિમ સામે અભૂતપૂર્વ પડકાર ઉભો થયો છે. પશ્ચિમ માને છે કે ચીને સ્વીકૃત વ્યાવસાયિક નિયમોનું પાલન કર્યું નથી અને ઔદ્યોગિકીકરણને વ્યવસ્થિત રીતે નષ્ટ કરી દીધું છે. પશ્ચિમે આ માટે કામ કર્યું છે. તેણે પશ્ચિમ પાસેથી ટેકનોલોજી પણ ચોરી છે. આ જ કારણ છે કે પશ્ચિમે પ્રતિબંધો, ટેરિફ, ટેકનોલોજી ન આપવા જેવાં પગલાં લીધાં છે. કદાચ આ પગલાં ભરવામાં ઘણું મોડું થઈ ગયું છે. ઉદ્યોગમાં ચીનના વર્ચસ્વને પડકારી શકાય નહીં. ગયા વર્ષે, તેણે અમેરિકા કરતાં ૧૨.૬ ગણું વધુ સ્ટીલ, ૨૨ ગણી વધુ સિમેન્ટ અને ત્રણ ગણી વધુ કારનું ઉત્પાદન કર્યું. તેની ઇલેક્ટ્રિક કાર હવે જાપાન અને જર્મનીના કાર બજારોમાં પ્રભુત્વ મેળવવા જઈ રહી છે. ઈ. સ. ૨૦૩૦ સુધીમાં, ચીનનું ઉત્પાદન ક્ષેત્ર સમગ્ર પશ્ચિમ કરતા વધી જવાનો અંદાજ છે. નવા ઉદ્યોગોની દ્રષ્ટિએ તે પહેલાંથી જ અન્ય ઉદ્યોગો કરતા ઘણો આગળ છે. આ શક્તિ ફક્ત ત્યારે જ ફાયદાકારક છે જો ચીન વૈશ્વિક બજારોમાં રહે, પરંતુ વાસ્તવમાં બજારો ચીનની પહોંચથી દૂર થઈ રહ્યા છે.