મહારાષ્ટ્રમાં વ્યર્થ વચનાવલિ .
બંને મુખ્ય ગઠબંધન - શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી - જે રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી વચનોનો પટારો ખોલીને પ્રચારના ઢોલ વગાડે છે તે દર્શાવે છે કે આ પક્ષોએ તાજેતરના અનુભવો અને તેમના નેતાઓની સલાહમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. દરેક ઉમેદવાર મનગમતા વચનોની લ્હાણી કરતા જોવા મળે છે. રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન વચનો આપવામાં વધારાની ઉદારતા દર્શાવે છે, જે એક તરફ તિજોરી પર બોજ વધારે છે અને બીજી તરફ પક્ષોની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરે છે. અવ્યવહારુ વચનોના આધારે ચૂંટણી જીત્યા બાદ કર્ણાટકની સરકાર માટે તે પૂરાં કરવા મુશ્કેલ સાબિત થઈ રહ્યાં છે.
કદાચ તેથી જ નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે મહિલાઓ માટે મફત બસ મુસાફરીના વચન પર પુનર્વિચાર કરવાની વાત કરી હતી, જેના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ઠપકો આપવો પડયો હતો કે તેમના નિવેદનથી મહારાષ્ટ્રના મતદારોમાં ખોટો મેસેજ જઈ શકે છે. શાસક મહાગઠબંધન (એટલે કે ભાજપ, શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની NCP)એ લાડકી બહિણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમ ૧૫૦૦ રૂપિયા પ્રતિ માસથી વધારીને ૨૧૦૦ રૂપિયા પ્રતિ માસ કરી છે અને ખેડૂતોને આપવામાં આવતી નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના માસિક રૂ. ૧૨,૦૦૦થી વધારીને રૂ. ૧૫,૦૦૦ કરવાનું વચન પણ આપ્યું છે. બીજી તરફ, વિપક્ષ મહાવિકાસ આઘાડી (એટલે કે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના અને શરદ પવારની આગેવાનીવાળી NCP) એ મહિલાઓને માસિક રૂ. ૩,૦૦૦ અને મફત બસ સેવા આપવાનું વચન આપ્યું છે. જો આ વચનોને કારણે તિજોરી પર પડેલા બોજની વાત કરીએ તો મહાયુતિની લાડકી બહિણ યોજનામાં વધારાને કારણે તેના પરનો વાર્ષિક ખર્ચ રૂ. ૬૩,૦૦૦ કરોડ થશે, જે આ યોજનાના વર્તમાન બજેટમાં ૪૦ ટકાનો વધારો છે. નમો શેતકરી મહાસમ્માન નિધિમાં વધારાનું વચન પણ તેના ખર્ચમાં વાર્ષિક ૨૫ ટકાનો વધારો કરશે. તેવી જ રીતે, મહાવિકાસ આઘાડી દ્વારા મહિલાઓને માસિક રૂ. ૩,૦૦૦ રોકડ આપવાના વચનથી સરકારી તિજોરી પર વાષક રૂ. ૯૦,૦૦૦ કરોડનો વધારાનો અસહ્ય બોજ પડશે. આ સ્થિતિ છે જ્યારે જુલાઈમાં વિધાનસભામાં રજૂ કરાયેલા કેગના અહેવાલે યાદ અપાવ્યું હતું કે રાજ્ય પર દેવું વધી રહ્યું છે.
આ સંયોગોમાં રાજનેતાઓએ જવાબદાર રહીને નિવેદન કરવાનાં હોય, પણ ભારતીય નેતૃત્વકુળમાં એ ભાન આવવાને હજુ બહુ વાર છે. બીજી તરફ, આ વખતે મહારાષ્ટ્રની ધારાસભા ચૂંટણીમાં ઉત્તર ભારતીય ઉમેદવારોનું પ્રભુત્વ સપાટી પર દેખાય છે. લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે કોઈ ઉત્તર ભારતીયને ઉમેદવારી આપી ન હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સારી સંખ્યામાં ઉત્તર ભારતીયોને ટિકિટ આપી છે. હવે તેમની સામે જીતવાનો મોટો પડકાર છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી એકસાથે આવ્યા છે. મહાનગર મુંબઈમાં એકસાથે ૧૪ જેટલા ઉત્તર ભારતીય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કાલીના વિધાનસભાથી, ભાજપે આરપીઆઈ આઠવલે ક્વોટામાંથી અમરજીત સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ઉદ્ધવ સેનાના વર્તમાન ધારાસભ્ય સંજય પોટનિસનો સામનો કરી રહ્યા છે. સિંહ પોતે હવે પોટનિસની હેટ્રિક રોકવા માટે મક્કમ છે.
ગોરેગાંવથી ભાજપે વિદ્યા ઠાકુરને હેટ્રિક બનાવવા માટે મેદાનમાં ઉતાર્યાં છે, જ્યાં તેમને ઉદ્ધવ સેનાના મજબૂત નેતા સમીર દેસાઈએ લડત આપવાની છે. પોતાની સૌથી સુરક્ષિત બેઠક પરથી ભાજપે સ્નેહા દુબે પંડિતને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ચાંદિવલી (પવઈ પાસે)થી પૂર્વ કેબિનેટ મંત્રી નસીમ ખાન અને મલાડ પશ્ચિમના ધારાસભ્ય અસલમ શેખને ફરી તક આપી છે. નસીમ ખાનની સામે શિંદે સેનાએ વર્તમાન ધારાસભ્ય દિલીપ લાંડેને વધુ એક તક આપી છે, જ્યારે અસલમ શેખની સામે ભાજપે વિનોદ શેલાર જેવા યુવકને તક આપી છે. અજિત પવારની પાર્ટીએ અણુશક્તિ નગરથી સના મલિકને મેદાનમાં ઉતાર્યાં છે. તેમની સામે શરદ પવારની પાર્ટીએ ફહાદ અહેમદને તક આપી છે. માનખુર્દ શિવાજી નગર વિધાનસભા બેઠક પર બે મુસ્લિમ ઉત્તર ભારતીયો વચ્ચે પણ સ્પર્ધા છે.
અણુશક્તિ કોર્પોરેટર ધારાસભ્ય નવાબ મલિક આ વખતે માનખુર્દ શિવાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી તેમને તેમના જૂના મિત્ર સમાજવાદી પાર્ટીના અબુ આઝમીનો પડકાર છે. મલિક અજિત પવારની પાર્ટી તરફથી લડી રહ્યા છે. અજિત પવારની એનસીપીએ વાંદ્રા પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીને મેદાનમાં ઉતાર્યા છે. મુસ્લિમ ઉમેદવારોની પારસ્પરિક ટક્કર પણ આ વખતે ખરાખરીનો ખેલ સાબિત થશે.