Get The App

ખેલ, ખેલંદા અને ખટપટ .

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ખેલ, ખેલંદા અને ખટપટ                                    . 1 - image


ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન આજકાલ દરેક ઘરમાં ચર્ચા અને વિશ્લેષણનો વિષય છે. નબળા પ્રદર્શન માટે એ જ લોકોના ઈરાદા, જુસ્સો અને ક્ષમતાઓ પર સવાલો ઉઠાવવામાં આવે છે જેમને થોડા અઠવાડિયા પહેલા મહાપુરુષો તરીકે વર્ણવવામાં આવ્યા હોય. જે વ્યક્તિ રમતના એક ફોર્મેટમાં મહાન કેપ્ટન હોય તે બીજા ફોર્મેટમાં આટલો નબળો કેપ્ટન કેવી રીતે હોઈ શકે? અથવા એક પ્રતિભાશાળી ખેલાડી, જે તેની દ્રઢતા અને એકાગ્રતા માટે જાણીતો છે, તે અચાનક કેવી રીતે વિપરીત દેખાવ કરવાનું શરૂ કરે છે? શા માટે મોટી સંખ્યામાં રાજકારણીઓ આપણી રમત-ગમત સંસ્થાઓ પર અંકુશ ધરાવે છે?

સરકારે ઓક્ટોબર ૨૦૨૪માં નેશનલ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન બિલનો ડ્રાફ્ટ બહાર પાડયો હતો. દેખીતી રીતે તે ખૂબ જ રસપ્રદ હતો, કારણ કે ઘણી બાબતોમાં, તેનો હેતુ સંસ્થાકીય સ્તરે અનિયમિતતાઓને દૂર કરવાનો છે. એક સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા સ્થાપિત કરવાની પણ વાત કરવામાં આવી છે, જેની સ્પોર્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. એ સુંદર ભાષાબાજીના પરદા પાછળ સરકારની મધ્યકાલીન સામંતશાહી ઘુરકિયા કરે છે એ અલગ વાત છે.

સૂચિત બોર્ડનું દેશના તમામ રમતગમત સંગઠનો પર નિયંત્રણ હશે અને તેની પાસે રાષ્ટ્રીય, રાજ્ય સ્તર અથવા જિલ્લા સ્તરીય રમત સંગઠનોની માન્યતા સ્થગિત અથવા સમાપ્ત કરવાની સત્તા હશે એમ કહેવાય છે. ખરેખર તો આ પ્રકારનું નિયંત્રણ લાવીને સરકાર પોતાની ધાક વધારવા ચાહે છે જેનો દેશમાં ઘોર વિરોધ થયો છે. સોનાના ચમચાઓ અને રૂપેરી ચમચીઓએ સરકારી અંકુશ વધારવાની મૂર્ખતાપૂર્ણ તરફદારી કરી છે. જે દેશની રમત ગમત સંસ્થાઓ પર સરકારી અંકુશ હોય એને ઓલિમ્પિકમાં પ્રવેશ મળતો નથી આ વાત ભાજપના સત્તાશોખીનોએ જાણી લેવી જોઈએ. આજે પણ તે હકીકત દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણી રમત સંસ્થાઓ પર કેટલાક જૂથો દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, જેમાં લોબીઓ એકબીજા વિરુદ્ધ કામ કરે છે. ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો સામાન્ય છે. આવા ગેરવહીવટનાં પરિણામો માત્ર નબળા પ્રદર્શનના રૂપમાં જ નહીં, પરંતુ ડ્રગના દુરુપયોગ અને જાતીય ગેરવર્તણૂકના સ્વરૂપમાં પણ દેખાય છે. ઓલિમ્પિક રમતના સ્તરે પણ ખેલાડીઓને ખોરાક, ઊંઘ અને આરામના અભાવ સાથે સંઘર્ષ કરવો પડે છે. 

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે શતરંજ, હોકી અને શૂટિંગ સહિત ઘણી રમતોમાં સારી પ્રગતિ કરી છે. આ રમતોમાં, આપણી પાસે એવી પ્રતિભાઓ છે જે વિશ્વ સ્તરે સ્પર્ધા કરી શકે છે અને ભારતને પણ વિશ્વભરમાં પ્રખ્યાત બનાવે છે. ત્રણેય રમતોમાં પૈસાની ઉપલબ્ધતાએ મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ બીજી મોટી સમાનતા છે. ત્રણમાંથી એકમાં કોચ, બીજામાં ભૂતપૂર્વ ખેલાડી અને ત્રીજામાં રાજકારણીએ સફળતા હાંસલ કરવામાં મદદ કરી, પરંતુ ત્રણેયમાં નિષ્ફળતા પણ છે, કારણ કે સફળતા સિસ્ટમના કારણે નહીં પણ વ્યક્તિના કારણે મળે છે. એ જ રીતે એથ્લેટિક્સ, કુસ્તી, બોક્સિંગ અને બેડમિંટનમાં પણ ભારતનો વિજયંત દબદબો છે. એકવાર યોગ્ય મોડેલ મળી જાય તે જરૂરી છે. સફળતાના ઘણા રસ્તાઓ છે અને દેશમાં રમતગમતને સંચાલિત કરવા માટેના મોડેલને ઓળખવું મહત્વપૂર્ણ છે. હકીકતે દેશની કોઈપણ રમત સંસ્થા ત્યારે સફળ બને છે જ્યારે કોઈ તેને ટોચ પર લઈ જવાની જવાબદારી લે છે. આવા લોકો જ પોતપોતાના પ્રયત્નો કરે છે અને વિવિધ જગ્યાએથી સંસાધનો એકત્ર કરવામાં સફળ થાય છે અને ખેલાડીઓને ખીલવા માટે યોગ્ય વાતાવરણ ઉભું કરે છે.

સમસ્યા એ છે કે સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન બોર્ડનો ડ્રાફ્ટ મોટાભાગે પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ પ્રતિબિંબિત કરે છે કે આપણે ભારતમાં રમતોનું સંચાલન કેવી રીતે કરીએ છીએ. સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર્સ તેમની પોસ્ટ્સ પર ચાલુ રહે છે કે કેમ તે ફક્ત તેમના કાર્યકાળ દરમિયાન ખેલાડીઓએ કેવું પ્રદર્શન કર્યું તેના પર જ નહીં પરંતુ તેઓ તેમની રમતના રાજકારણને કેવી રીતે હેન્ડલ કરે છે તેના પર પણ આધાર રાખે છે. આ બધી બાબતો છેવટની ઉપલબ્ધિઓ પર ગંભીર પ્રભાવ પાડે છે. સમસ્યા એ છે કે સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન બોર્ડનો ડ્રાફ્ટ મોટાભાગે પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ પ્રતિબિંબિત કરે છે કે આપણે ભારતમાં રમતોનું સંચાલન કેવી રીતે કરીએ છીએ. સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર્સ તેમની પોસ્ટ્સ પર ચાલુ રહે છે કે કેમ તે ફક્ત તેમના કાર્યકાળ દરમિયાન ખેલાડીઓએ કેવું પ્રદર્શન કર્યું તેના પર જ નહીં પરંતુ તેઓ તેમની રમતના રાજકારણને કેવી રીતે હેન્ડલ કરે છે તેના પર પણ આધાર રાખે છે. આ બધી બાબતો છેવટની ઉપલબ્ધિઓ પર ગંભીર પ્રભાવ પાડે છે.


Google NewsGoogle News