Get The App

હિટ એન્ડ રનમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
હિટ એન્ડ રનમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત 1 - image


- પાટડી-વિરમગામ રોડ પર અકસ્માત સર્જાયો હતો

- ચાર દિવસ પહેલા અજાણ્યો કારચાલક યુવકને અડફેટે લઈ નાસી છુટયો હતો

સુરેન્દ્રનગર : પાટડી-વિરમગામ રોડ પર ચાર દિવસ પહેલા અજાણ્યા વાહનની અડફેટે રાહદારીને ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રાહદારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

પાટડી-વિરમગામ રોડ પર ગત તા.૧૬ નવેમ્બરના રોજ રાત્રે અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી રોડ પર આવેલા મેલડી માતાજીના મંદિરના બોર્ડ પાસે સાયકલ ચાલક સહિત રાહદારીને અડફેટે લઈ નાસી છુટયો હતો. હિટ એન્ડ રનના બનાવમાં સાયકલચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે રાહદારી વિજય બારોટને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પાટડી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જ્યા ત્રણ દિવસની સારવાર બાદ રાહદારીનું હોસ્પીટલમાં મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના પરિવારજને પાટડી પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદની તજવીજ હાથધરી હતી. જ્યારે હિટ એન્ડ રનના બનાવમાં રાહદારીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.


Google NewsGoogle News