વરલી મટકાના જુગારના અડ્ડા પર દરોડો, દંપતી ફરાર

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
વરલી મટકાના જુગારના અડ્ડા પર દરોડો, દંપતી ફરાર 1 - image


- વઢવાણની કસબા શેરીમાં

- બે લેપટોપ, મોબાઈલ સહિત રૂ. 47 હજારનો મુદ્દામાલ કબજે 

સુરેન્દ્રનગર : વઢવાણમાં રહેણાંક મકાનમાં દંપતિ વરલી મટકાના આંકફેરનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન દંપતિ નાસી છુટયું હતુ પરંતુ પોલીસે સ્થળ પરથી બે લેપટોપ, એક મોબાઇલ તેમજ રોકડ રકમ સહીત રૂા.૪૭,૨૧૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ કસ્બા શેરીમાં રહેતા આસીફભાઇ ભીખુભાઇ પઠાણ અને તેમના પત્નિ નીલોફરબેન વરલી મટકાના આંકફેરનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન બન્ને નાસી છુટયાં હતાં. એલસીબી પોલીસ ટીમે સ્થળ પરથી રોકડા રૂા.૨,૨૧૦, વરલીના આંકડા લખેલી ડાયરી, બે લેપટોપ તથા એક મોબાઇલ સહીત કુલ રૂા.૪૭,૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ દંપતિ વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધી દંપતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

એલસીબી પોલીસે સ્થળ પરથી વરલી મટકાના આંકફેરનો હિસાબ લખેલી એક ડાયરી અને બે લેપટોપ કબજે કર્યા છે. જેમાં સાંકેતિક ભાષામાં અલગ અલગ જિલ્લાના નામો લખ્યાં હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. આથી આ દંપતિ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ વરલી મટકાના આંકડા લખતા હોવાની શક્યતાઓ છે. તેમજ તપાસ કર્યા બાદ બીજા અનેક નામો ખુલે તેવી શક્યતાઓ છે.



Google NewsGoogle News