Get The App

વઢવાણના મેમકામાં ભુંડ પકડવા ગયેલા ચાર શખ્સો પર હથિયારથી હુમલો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
વઢવાણના મેમકામાં ભુંડ પકડવા ગયેલા ચાર શખ્સો પર હથિયારથી હુમલો 1 - image


- અગાઉની મારામારીની ફરિયાદનું મનદુઃખ રાખી હુમલો કર્યો

- ધારીયુ, લાકડી, ધોકાથી મારી ધમકી આપી : બોટાદના પાંચ અને દૂધરેજના એક શખ્સ સામે ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વઢવાણના મેમકા ગામે અગાઉ ભુંડ પકડવા બાબતે થયેલ મારામારીનું મનદુઃખ રાખી ૬ જેટલા શખ્સોએ ધારીયા, લાકડી, ધોકા સહિતના હથિયારો વડે મારામારી કરી બે થી ત્રણ શખ્સોને ઈજાઓ પહોંચાડી હતી. ભોગ બનનાર શખ્સે વઢવાણ પોલીસ મથકે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.

વઢવાણ-લીંબડી રોડ પર રહેતા અને ભુંડ પકડવાનું કામ કરતા ફરિયાદી શેરસીંગ ઈશ્વરસીંગ ટાંક (સરદાર)ને અગાઉ ભુંડ પકડવા બાબતે ત્રણ શખ્સો સાથે મારામારી થઈ હતી. ત્યારે શેરસીંગ ઈશ્વરસીંગ ટાંકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનું મનદુઃખ રાખી બોટાદ રહેતા કરણસીંગ બિલ્લાસીંગ અંધરેલેએ મેમકા ગામે ફરિયાદી અને તેના ભાઈ તેમજ બે ભત્રીજા ભુંડ પકડવા ગયા હતા તે દરમ્યાન કરણસીંગે પોતાની ગાડી ફરિયાદીની પીકઅપ વાન સાથે આગળના ભાગે અથડાવી નુકસાન પહોંચાડયું હતું.

તેમજ ફરિયાદીના ભાઈ હિરાસીંગને ગાડીમાંથી નીચે ઉતારી બીલ્લાસીંગ સલોકસીંગ અંધરેલેએ વાળ પકડયા હતા જ્યારે અન્ય શખ્સોએ લાકડી, ધોકા અને ધારીયાના ઉંધા ઘા ઝીંકી ફરિયાદીના ભાઈ તેમજ ભત્રીજાઓ સહિતનાઓને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. શેરસીંગ ઈશ્વરસીંગ ટાંકએ વઢવાણ પોલીસ મથકે (૧) કરણસીંગ બિલ્લાસીંગ અંધરેલે (૨) બિલ્લાસીંગ સોલકસીંગ અંઘરેલે (૩) સતપાલસીંગ સલોકસીંગ અંધરેલે (૪) છોટુસીંગ બિલ્લાસીંગ અંધરેલે તમામ રહે.બોટાદ અને (૫) સુરેન્દરસીંગ સેવાસીંગ ભાટીયા (રહે.દુધરેજ) અને (૬) એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News