Get The App

વસ્તડી પાસે હીટ એન્ડ રન અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
વસ્તડી પાસે હીટ એન્ડ રન અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ 1 - image


- કારના ચાલકે બેફામ સ્પિડે કાર હંકારતા અકસ્માત સર્જ્યો હતો 

- જેમાં 1 વ્યક્તિનું મોત જ્યારે 3 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી

સુરેન્દ્રનગર : વડોદ નેશનલ હાઇવે પર થોડા દિવસો અગાઉ એક કારના ચાલકે બેફામ સ્પીડમાં કાર ચલાવી વસ્તડી નજીક અકસ્માત સર્જયો હતો. આ હીટ એન્ડ રનના બનાવમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ મામલે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વસ્તડી નજીક હાઇવે પર એક કારના ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલી ફળોની લારીને અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં ફળ લેવા ઉભેલા ખેરવા ગામના મિનાજખાન મુરીદખાન મલેક તેમજ ફળની લારી ચલાવતા રાહુલભાઇને કારે ટક્કર મારતા બન્ને ફંગોળાઇને રસ્તાની સાઇડમાં આવેલ ખાઇમાં ખાબક્યા હતાં. જેમાં મિનાજખાનને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ જ્યારે રાહુલભાઇને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે અકસ્માત સર્જી મિનાજખાનનું મોત નિપજાવા મામલે કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News