ચોટીલાના રાજપરા ગામની સીમમાંથી દેશી મઝરલોડ બંદુક સાથે શખ્સ ઝડપાયો
- રૃપિયા પાંચ હજારની કિંમતની બંદુક કબજે કરવામાં આવી
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના રાજપરા ગામનો પરબતભાઇ ઉર્ફે ગટુ મનજીભાઇ સાકરીયા સોસરિયા તરીકે ઓળખાતી સિમમાંથી દેશી મઝરલોડ બંદૂક સાથે પસાર થવાનો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો શખ્સ પરબતભાઇ ઉર્ફે ગટુ મનજીભાઇ સાકરીયા પસાર થતાં એસઓજી પોલીસ ટીમે અટકાવી તલાશી લેતા પરબતભાઇ પાસેથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી જે અંગે પોલીસે પુછપરછ કરતા તે કોઇ સંતોષજનક જવાબ કે બંદૂક રાખવા માટેનું લાઇસન્સ કે આધારા પુરાવા રજૂ ન કરી શકતા પરબતભાઇ સાકરીયા વિરૃધ્ધ નાની મોલડી પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા આ હથિયાર કોઇ ગુનાહિત કામમાં ઉપયોગમાં લેવાયું છે કે કેમ તે સહીતની બાબતો અંગે પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.