ધ્રાંગધ્રાના વ્રજપર ગામે ગૌચરની જમીન ખેડવા બાબતે ધિંગાણું

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રાના વ્રજપર ગામે ગૌચરની જમીન ખેડવા બાબતે ધિંગાણું 1 - image


- 14 વ્યક્તિ સામે સામસામે ફરિયાદ

- અમદાવાદના ઓઢવમાં રહેતા શખ્સો જમીન ખેડી રહ્યાં હતાં તે બાબતે મારામારી થઈ 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મુળ વ્રજપર ગામના સાત શખ્સોએ એકસંપ થઈ મારમાર્યાની તેમજ રોકડ રકમ અને દાગીનાની લુંટ અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વ્રજપર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ખેંગારભાઈ કરમણભાઈ જાદવ (ભરવાડ)ની વ્રજપર ગામની ઈસાકડી નામથી ઓળખાતી સીમમાં તેમની વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પીરવાળી ધાર પાસે આવેલ ગૌચરની જમીન પાસે મુળ વ્રજપર ગામના અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બે અલગ-અલગ કારમાં આવી એકસંપ થઈ ગૌચરની જમીન ખેડતા હતા આથી ફરિયાદીના ભાઈ ગોપાઈભાઈએ જમીન ગૌચરની હોવાથી નહિં ખેડવાનું જણાવતા તમામ શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા .

આથી ગાળો બોલવાની ના પાડતા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તમામ સાત શખ્સોએ ફરિયાદીને લાકડાના ધોકા, લોખંડના ધારીયા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

 તેમજ આ મારામારી દરમ્યાન ફરિયાદીના ખીસ્સામાંથી રોકડ રૂા.૧૫,૦૦૦ તેમજ ફરિયાદીના ભાઈએ ગળામાં પહેરેલ સોનાની કંઠી કિંમત રૂા.૫૦,૦૦૦ અને ફોન કિંમત રૂા.૫,૦૦૦ સહિતના મુદ્દમાલની લુંટ પણ ચલાવી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ૭ શખ્સો (૧) ગેલાભાઈ કરમશીભાઈ મેવાડા (૨) અરજણભાઈ ગેલાભાઈ મેવાડા (૩) ચેતનભાઈ કરણાભાઈ મેવાડા (૪) વાલાભાઈ નુંધાભાઈ મેવાડા (૫) લક્ષ્મણભાઈ નુંધાભાઈ મેવાડા (૬) ગોપાલભાઈ માત્રાભાઈ મેવાડા તમામ રહે.ઓઠવ અમદાવાદ ગ્રામ્ય અને (૭) કરણાભાઈ કરમશીભાઈ મેવાડા રહે.વ્રજપર તા.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જ્યારે સામાપક્ષે નુંધાભાઈ મેવાડાએ પણ લાકડી વડે ફરિયાદી અને અન્ય બે શખ્સોને મારમારી ખીસ્સામાં રહેલ રૂા.૪૨,૦૦૦ની લુંટ અંગે ૭ શખ્સો (૧) ખેંગારભાઈ કરમણભાઈ જાદવ(ભરવાડ) (૨) ગોપાલભાઈ કરશનભાઈ જાદવ (૩) ભીખાભાઈ રેવાભાઈ જાદવ (૪) મેધાભાઈ કાળુભાઈ જાદવ (૫) મયાભાઈ રેવાભાઈ જાદવ (૬) ભીમાભાઈ ગોવિંદભાઈ જાદવ (૭) મુકેશભાઈ કરશનભાઈ જાદવ તમામ રહે.વ્રજપર તા.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવી છે .આમ કુલ ૧૪ વ્યક્તિ સામે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી.


Google NewsGoogle News