ચોટીલાના 10 થી વધુ ગામોમાં પાણી ના મળતા ગ્રામજનોનો હોબાળો

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ચોટીલાના 10 થી વધુ ગામોમાં પાણી ના મળતા ગ્રામજનોનો હોબાળો 1 - image


- ડે.કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત

- મહિલાઓએ ખાલી બેડા માથે લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના અંદાજે ૧૦થી વધુ ગામોને પીવાનું પાણી ન મળતા મહિલાઓ સહિત ગ્રામજનોએ ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ ખાલી બેડા અને માટલા સાથે લાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી ચોટીલા તાલુકાના ઢોકળવા, પીપળીયા, રાજપરા, મેવાસા, જીવાપર સહિત અંદાજે ૧૦થી વધુ ગામોને તંત્ર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક ગામોમાં પાણીના સંપ અંદાજે બે થી ત્રણ કિલોમીટર દૂર હોય મહિલાઓને ભરઉનાળે માથે બેડા મુકી પાણી ભરવા જવાનો વારો આવ્યો છે. 

ઉપરાંત થાન અને ચોટીલા તાલુકામાં પાણી પુરૂ પાડતા પંપિંગ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી શુધ્ધ પાણીના પંપ બંધ હાલતમાં હોવાથી લોકોને ક્લોરીનેશન વગરનું પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. 

અનેક વખત રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતાં અનેક ગામોની મહિલાઓ સહિતના ગ્રામજનો ચોટીલા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ઉમટી પડયાં હતાં અને ખાલી બેડા તેમજ માટલા સાથે પાણી આપવાની માંગ કરી વિરોધ કર્યો હતો. 



Google NewsGoogle News