Get The App

ડાંગસીયા વસાહતમાં અધૂરા કામો પુરા ન થતા રજૂઆત કરાઈ

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
ડાંગસીયા વસાહતમાં અધૂરા કામો પુરા ન થતા રજૂઆત કરાઈ 1 - image


- સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના 

- યોગ્ય ઉકેલ નહિં આવે તો સ્થાનિક રહિશો દ્વારા ચુંટણીનો બહિષ્કારની ચીમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ અમુક છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વઢવાણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ડાંગસીયા વસાહતમાં વિકાસના અધુરા કામો પુરા કરવા સ્થાનીક રહિશે પાલિકા તંત્રને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે સ્થાનિક રહિશ વિનોદભાઈ જાદવની રજુઆતમાં જણાવ્યા મુજબ વઢવાણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ડાંગસીયા વસાહતમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યાં છે ત્યારે આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ તેમજ ગટરના કામો અધુરા રાખવામાં આવ્યા છે .

આ ઉપરાંત અમુક માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર પાકા દબાણો પણ કરવામાં આવ્યા છે જે અંગે સ્થાનીક રહિશો સહિતનાઓ દ્વારા અનેક વખત પાલિકા તંત્રને લેખીત રજુઆતો કરવામાં આવી હતી તેમ છતાંય કોઈ જ ઉકેલ આવ્યો નથી. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારના રહિશો સાથે ઓરમાયું વર્તન રાખતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આથી આગામી દિવસોમાં અધુરા કામો પુરા કરવામાં નહિં આવે તેમજ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહિં આવે તો આ વિસ્તારના રહિશો દ્વારા આગામી લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.



Google NewsGoogle News