વઢવાણ જીઆઈડીસીમાંથી ભંગાર ચોરી કરનાર બે મહિલા અને સગીર ઝડપાયો

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
વઢવાણ જીઆઈડીસીમાંથી ભંગાર ચોરી કરનાર બે મહિલા અને સગીર ઝડપાયો 1 - image


- બંને મહિલાઓની પુછપરછ હાથ ધરાઈ

- ચોરી થયેલો 200 કિલો ભંગાર સહીતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરેન્દ્રનગર : વઢવાણ જીઆઇડીસી ફેઇઝ ૩ માં આવેલા કારખાનામાંથી ૨૦૦ કિલો ભંગારની ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે બિ-ડિવિઝન પોલીસ ટીમે સીસીટીવીના ફૂટેજના આધારે ચોરીમાં સંડોવાયેલી બે મહિલાઓ અને એક સગીર બાળક સહીત ૩ને ઝડપી લઇ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વઢવાણ જીઆઇડીસી ફેઇઝ ૩ માં આવેલા એક કારખાનમાં દિવાલ કુદી કારખાનામાં રહેલા અંદાજે ૨૦૦ કિલો લોખંડના ભંગારની ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે કારખાનાના માલિકે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કારખાનામાં આવેલા સીસીટીવી ચેક કરતાં એક મહિલા અને એક પુરૂષ ચોરી કરતા સીસીટીવીમાં દેખાયા હતા.

 આથી પોલીસે કારખાનાના સીસીટીવી ફુટેજ કબજે કરી ચોરી કરનાર શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં બિ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ચોરી કરેલો ભંગાર વેચવા માટે બે મહિલાઓ રિક્ષમાં ભંગાર લઇ જીઆઇડીસી તરફ આવી રહી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને બાતમીવાળી રિક્ષા પસાર થતાં તેને અટકાવી રિક્ષામાં બેસેલી બે મહિલાઓ કાજલબેન સંજયભાઇ સાડમીયા અને લતાબેન કનુભાઇની પુછપરછ કરતા બંને મહિલાઓએ લોખંડનો ભંગાર ચોરી કર્યો હોવાની કબુલાત કરી હતી.

 તેમની સાથે રહેલા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને પણ પોલીસે ઝડપી લીધો હતો. ચોરીમાં ગયેલા તમામ ૨૦૦ કિલો લોખંડના ભંગાર તેમજ રિક્ષા સહીતનો મુદ્દામાલ કબજે કરી બિ-ડિવિઝન પોલીસ ટીમ દ્વારા બંને મહિલાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.



Google NewsGoogle News