ચોટીલામાં કારની ટક્કરે ટુવ્હીલર સવાર 2ને ઈજા

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ચોટીલામાં કારની ટક્કરે ટુવ્હીલર સવાર 2ને ઈજા 1 - image


સુરેન્દ્રનગર :  ચોટીલા હાઈવે પર કાર ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી એક્ટિવાને ટક્કર મારતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

નાની મોલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા ચતુરભાઇ વાલજીભાઇ દુલેરા અને ચોટીલા શાંતીનગરમાં રહેતા તેમના મિત્ર રાજુભાઇ રામજીભાઇ વાઘેલા એક્ટિવા લઇ ચોટીલા હાઇવે પર જઇ રહ્યા હતા. ત્યારે દેવાંગી હોટલ પાસે હોટલમાંથી એક વાહન નિકળતું હોવાથી રાજુભાઇએ એક્ટીવા રસ્તાની સાઇડમાં ઉભુ રાખ્યું હતું. 

 રમિયાન પાછળથી આવતી કારના ચાલકે એક્ટીવાને ટક્કર મારતા બંને વ્યક્તિઓ નીચે પટકાતા ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮માં ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે રાજુભાઇની ફરિયા ના આધારે ચોટીલા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News