પંચાસર વડગામ રોડ પર કારમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
પંચાસર વડગામ રોડ પર કારમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા 1 - image


- દારૂબંધીની વાત વચ્ચે દારૂની રેલમછેલ

- 3.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના પંચાસર વડગામ રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂ, કાર તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૩.૨૧ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર અગાઉ વિદેશી દારૂની હેરફેર થતી અટકાવવા પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા કરવામાં આવી રહ્યાં છે ત્યારે પાટડી તાલુકાના પંચાસર વડગામ રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે વડગામ ગામના બોર્ડ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર પસાર થતાં પોલીસે કારને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હતી. આથી પોલીસ વિદેશી દારૂ, કાર, મોાબઇલ સહીત કુલ રૂા.૩.૨૧ લાખના મુદ્દામાલ સાથે બનાસકાંઠાના બલોચપુર ગામના ગણપતભાઇ રેવાભાઇ પરમાર અને પ્રેમજીભાઇ પોપટજી બળોઘણજાને ઝડપી લીધા હતાં અને બન્ને શખ્સો વિરૂધ્ધ દસાડા પોલીસ મથકે પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News