Get The App

રતનપર પાસેથી દારૂની ૬૫ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
રતનપર પાસેથી દારૂની ૬૫ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા 1 - image


- કેશવરાય ચોકડી પાસે દરોડો

- ૮૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો સામે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર : રતનપર બાયપાસ રોડ પર આવેલા સરકારી ખરાબામાંથી જોરાવરનગર પોલીસ ટીમે વિદેશી દારૂની ૬૫ બોટલો તેમજ એક્ટિવા અને બે મોબાઇલ સહીત કુલ રૂા.૮૩,૯૨૫ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

જોરાવરનગર પોલીસ ટીમ રતનપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, રતનપર બાયપાસ રોડ પર આવેલી કેશવરાય ચોકડી પાસે સરકારી ખરાબામાં અમુક શખ્સો જાહેરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યાં છે. 

જેના આધારે પોલીસે કેશવરાય ચોકડી પાસે આવેલા સરકારી ખરાબામાં દરોડો કર્યો હતો. જેમાં બે શખ્સો મિણયાની થેલી લઇ ઉભા હતા. જેને પોલીસને જોઇને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા  અને તેમની પાસે રહેલી મીણયાની થેલીમાં તપાસ કરતા અલગ અલગ વિદેશી દારૂની ૬૫ બોટલો મળી આવી હતી. 

પોલીસે રૂા.૨૮,૯૨૫નો વિદેશી દારૂ તેમજ એક એક્ટિવા અને બે મોબાઇલ સહીત કુલ રૂા.૮૩,૯૨૫ના મુદ્દામાલ સાથે રતનપર અવધેશ્વર ટાઉનશીપમાં રહેતા નિલેશ બહાદુરભાઇ કણઝરીયા અને રતનપર બાયપાસ રોડ પર રહેતા મયુર શંકરભાઇ કુરીયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News