Get The App

બાવળા તાલુકાના રૂપાલ ગામની સીમમાંથી કફ સીરપની 1061 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

Updated: Sep 4th, 2022


Google NewsGoogle News
બાવળા તાલુકાના રૂપાલ ગામની સીમમાંથી કફ સીરપની 1061 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા 1 - image


- બાઇક અને મોબાઇલ સહિત રૂ. 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો સામે ગુનો દાખલ 

બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રૂપાલ ગામની સીમમાંથી કફ સીરપની ૧૦૬૧ બોટલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં અને તેમની પાસેથી રૂ. ૧.૬૯ની કિંમતનો કફ સીરપનો જથ્થો, મોબાઇલ અને એક બાઇક સહિત કુલ રૂ. ૨.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કફ સીરપ મોકલનાર સહિત ૩ શખ્સો સામે બાવળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે તાલુકાના રૂપાલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં કફ સીરપનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું હોવાની બાતમી મળી હતી. તેના આધારે બાવળા પોલીસે ખેતરમાં દરોડો પાડયો હતો. ત્યારે તપાસ કરતા કફ સીરપની ૧૦૬૧ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે સ્થળ ઉપરથી જયેશ ઉર્ફે ભુરો હરિભાઇ ભરવાડ અને મેહુલ ઉર્ફે કકુુ કાળુભાઇ રાવળ (બન્ને રહે. બાવળા)ને કફ સીરપના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તે દરમિયાન આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા જણાઇ આવ્યુ હતું કે કફ સીરપનો માલ રણજીતસવાભાઇ ભપરવાડ (રહે-થોર, વિરમગામ)એ મોકલ્યો હતો. જેથી પોલીસે બે શખ્સોની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  



Google NewsGoogle News