Get The App

સડલામાંથી એલ્યૂમિનિયમ વાયરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
સડલામાંથી એલ્યૂમિનિયમ વાયરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા 1 - image


- પવનચક્કીના સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા હતા

- ચોરી કરેલો 400 કિલો વાયર કબજે : અન્ય એક શખ્સ ચોરીમાં સામેલ હોવાની કબૂલાત

સુરેન્દ્રનગર : સડલા ગામે પવનચક્કીના સબ સ્ટેશનમાંથી એલ્યુમીનીયમના વાયરની ચોરી કરનાર બે શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રાંગધ્રા કોર્ટ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સડલા ગામે આવેલા પવનચક્કીના સબ સ્ટેશનમાંથી એલ્યુમીનીયમના વાયરની ચોરી થઈ હોવાની મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. 

દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ સમયે ધ્રાંગધ્રા કોર્ટ સામે સેવા સદન કચેરી તરફ જવાના સર્વિસ રોડ પર એક કારમાં શંકાસ્પદ એલ્યુમીનીયમના વાયરના જથ્થા સાથે બે શખ્સો હોવાનું જણાઈ આવતાં પોલીસે બન્નેની પુછપરછ હાથ ધરતા પોતાનું નામ રાજુભાઈ ઉર્ફે કાણીયો નરશીભાઈ વિરમગામીયા અને શામજીભાઈ માધવભાઈ રાવળા (બંને રહે.ધ્રાંગધ્રા) હોવાનું બહાર આવ્યું હતું.

 બન્નેની વધુ તલાસી લેતા ચોરી કરેલા એલ્યુમીનીયમનો વાયર ૪૦૦ કિલો કિમંત રૂા.૩૫,૦૦૦ તેમજ કાર મળી કુલ રૂા.૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વધુ પુછપરછ કરતા અન્ય એક શખ્સ શંભુભાઈ કરશનભાઈ પણ ચોરીના બનાવમાં સામેલ હોવાની કબુલાત કરી હતી.



Google NewsGoogle News