રતનપર અને ધ્રાંગધ્રાના બે વ્યક્તિનું હાર્ટએટેકથી મોત
- સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસમાં
- નાની ઉંમરે મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડયું
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટએટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિના હાર્ટએટેકથી મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
સુરેન્દ્રનગરના રતનપર ખાતે રહેતા અને મુળ સમી તાલુકાના મેમણા ગામના અંદાજે ૪૦ વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સુરેન્દ્રનગરથી ચાલીને યુવક ભરતસિંહ સીંધવ મીત્રો સાથે રણુજા દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન જેસલમેર નજીક હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય અને ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશભાઈ સોઢાને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. આમ છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિના નાની ઉંમરે હાર્ટએકટેકથી મોત નીપજતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું.