Get The App

ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે જણાનાં મોત

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે જણાનાં મોત 1 - image


- પાટડી તાલુકાના ગવાણા પાસે

- અકસ્માત બાદ ટ્રેલર અને ડમ્પરમાં આગ લાગતા ચાલક સહિત કલીનરનું સળગી જવાથી મોત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટડી તાલુકાના ગવાણા ગામ પાસે વહેલી સવારે ટ્રેલર અને ડંમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ બન્ને વાહનોમાં આગ લાગતા ડ્રાઈવર સહિત બે વ્યક્તિના સળગી જવાથી મોત નિપજયા હતા.

પાટડી તાલુકાના ગવાણા ગામ પાસે વહેલી સવારે પુરપાટ ઝડપે જઈ રહેલ ડંમ્પરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જયારે અકસ્માત બાદ બન્ને વાહનોમાં ગણતરીની મીનીટોમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી .

જયારે આગમાં સળગી જવાથી ટ્રેલર ચાલક શેરસિંહ ગુમાનસિંહ રાવત રહે. સોડપુર, રાજેસ્થાનવાળા અને સાથે રહેલ કલીનર બનવારીલાલ મહાદેવજી ગુર્જર જીવતા સળગી જતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

જયારે બીજી બાજુ ડમ્પરમાં પણ આગ લાગતા ડમ્પર ચાલક પરાક્રમસિંહ ગુલામસિંહ પરમાર રહે. કુકડા, તા.મુળી વાળાને હાથે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટ્રેલરમાં ટાઈલ્સ સહિતનો મુદામાલ ભર્યો હતો.

જયારે ડમ્પર ખાલી હતુ તેમજ પ્રત્યેક્ષ દર્શીના જણાવ્યા મુજબ પહેલા ટ્રેલરમાં આગ લાગી હતી અને ત્યારબાદ ડમ્પરમાં પણ આગ લાગી હતી.આ બનાવની જાણ  પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બન્ન મૃતકોના મૃતદેહને પીએમ અર્થે પાટડી અને ત્યારબાદ રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News