બગોદરા હાઈવે પર ભામાશરા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
બગોદરા હાઈવે પર ભામાશરા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત 1 - image


- કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રકની પાછળ અથડાઈ 

- દુબઈથી આવેલું દંપતી અમદાવાદથી જામનગર જતું હતું : પતિનું મોત, પત્ની સહિત બે સારવાર હેઠળ

બગોદરા : બાવળા-બગોદરા હાઈવે પર ભામાશરા ગામ પાસે દુબઈથી આવેલું દંપતી અમદાવાદ એરપોર્ટથી કારમાં જામનગર જઈ રહ્યું હતું. ત્યારે કારના ચાલકે કાબુ ગુમાવતા આગળ જતી ટ્રક પાછળ ભટકાતા પતિ સહિત બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પત્ની સહિત બે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ અંગે બગોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

દુબઈથી આવેલા હિતેશભાઈ મનસુખભાઇ પટની અને રમાબેન હિતેશભાઈ પટની (રહે. દુબઈ, મૂળ જામનગર) અમદાવાદ એરપોર્ટથી કારમાં જામનગર જઈ રહ્યાં હતાં. ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ભામાશરા ગામ પાસે કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ભટકાઈ હતી.

અકસ્માતમાં કારમાં સવાર હિતેશભાઈ પટની અને હિતેશભાઈ વિજયભાઈ જોષીનું મોત નિપજ્યું હતું. જ્યારે રમાબેન અને કુજનભાઈ મુકેશભાઈ શુક્લા (રહે. જામ ખંભાળિયા)ને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજા પામેલાઓને ૧૦૮ની મદદથી બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયાં છે. બનાવની જાણ થતાં બગોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News