મોટી બોરુ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત

-ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત : ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો

Updated: Apr 7th, 2019


Google NewsGoogle News
મોટી બોરુ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત 1 - image

ધોળકા તા.6 એપ્રિલ 2019,શનિવાર

અમદાવાદ જિલ્લાનાં વટામણ-ધોલેરા માર્ગ પર મોટીબોરૃ ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત બે વ્યક્તિને ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જયારે અન્ય ત્રણથી ચાર લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.

વટામણ-ધોલેરા માર્ગ પર પરિવાર સાથે હાલોલથી ધંધુકા તરફ જઈ રહેલ કાર અને નાગનેશ તરફથી પથ્થરભરી જઈ રહેલ ડમ્પરનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો અને કારમાં સવાર અશોકકુમાર હરિસિંહ સોલંકી ઉ.વ.૫૦ અને નાઝીમાબેન અશોકકુમાર સોલંકી ઉ.વ.૪૨ રહે.હાલોલવાળાના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.

ત્યારે રણજીતસિંહ, રાજુબેન, સોફીયાબેન સહિતનાઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ૧૦૮ એમબ્યુલન્સનાં ઈએમટી ધર્મેન્દ્રસિંહ ધુમ્મડ અને પાયલોટ જયરાજસિંહ ધુમ્મડ સહિતનાઓ દ્વારા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતાં કોટ પીએસઆઈ પી.બી.ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

Dholkadied

Google NewsGoogle News